રાજકોટમાં ક્યાંક સાંબેલાધાર વરસાદ તો ક્યાંક ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર 

News18 Gujarati
Updated: September 29, 2019, 1:25 PM IST
રાજકોટમાં ક્યાંક સાંબેલાધાર વરસાદ તો ક્યાંક ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર 
રાજકોટમાં આજે વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2નાં દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યાં છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સર્જાતા રાજ્ય (Gujarat) સાથે સૌરાષ્ટ્રભરમાં (Saurashtra) ગઇકાલે રાતથી  વરસાદ (Monsoon) વરસી રહ્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં (Rajkot) બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જામકંડોણા વિસ્તારમાં રામપર નદીમાં એક કાર પણ તણાઇ છે જેમાં ત્રણ જેટલી મહિલાઓ હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે વંથલીનાં ભુપતભાઇનો બચાવ કરવામાં આવ્યો છે.

અનેક સ્થળે ગરબા રદ

ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2નાં દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યાં છે. રાજકોટનાં લક્ષ્મીનગરનું ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. ઠેર ઠેર થયેલા નવરાત્રીનાં આયોજનો રદ થવાની શક્યતા છે. અર્વાચીન ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અનેક આયોજનો કેન્સલ થવાની સંભાવના છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સમાજ દ્વારા આયોજીત ગરબી રદ કરવામાં આવી છે.

આજી 1, આજી 2, ન્યારી 1 અને ન્યારી 2 ડેમ ફરીવાર ઑવરફ્લો

રાજકોટ ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક યથાવત રહેતા આજી 1, આજી 2, ન્યારી 1 અને ન્યારી 2 ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે.  લાલપરી તળાવ પણ છલોછલ ભરાયું છે. સતત વરસાદનાં કારણે ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાતા તેમના જીવ અધ્ધર થઇ ગયા છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે હાલનો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ
પટેલ પરિવાર લગ્નમાં જતો હતો અને કાર પૂરના પાણીમાં તણાઇ

ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ રહી છે. કાર હજી પાણીમાં ગરકાવ છે. કારમાંથી ભુપતભાઇ મારકણા નામના વ્યક્તિનો સ્થાનિકોએ જીવ બચાવી લીધો છે. ભુપતભાઇને 108માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.
First published: September 29, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading