Home /News /kutchh-saurastra /

રાજકોટમાં ધોધમાર વરસાદ, ન્યારી-2 ડેમ ઓવરફ્લો, 10 દરવાજા ખોલાયા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ન્યારી-2 ડેમ ઓવરફ્લો, 10 દરવાજા ખોલાયા

ન્યારી ડેમ

ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના ત્રણ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

    હરિન માત્રાવાડિયા, રાજકોટ : ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ ન્યારી-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

    આજી નદી બે કાંઠે

    રાજકોટમાં 24 કલાકમાં 171 મિલીમીટર વરસાદ પડ્યો છે. સવારે છથી નવ દરમિયાન દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શાસ્ત્રીનગરમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનગરનું નાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રેલનગર અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. જૂના રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી નદી બે કાંઠે વહી રહી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેટ અને એનડીઆરએફની ટીમને ખડેપગે રાખવામાં આવી છે.

    સવારે ધોધમાર વરસાદ

    રાજકોટમાં શુક્રવારે પડેલા વરસાદ બાદ શનિવારે સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

    રાજકોટમાં વરસાદ


    તમામ ડેમોમાં પાણીની આવક

    રાજકોટમાં શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે શહેરની આસપાસ આવેલા તમામ જળાશયોમાં પાણીની આવક થઈ છે. ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ, આજી-1 ડેમમાં 1.80 ફૂટ, ભાદર ડેમમાં-1.50 ફૂટ નવા નીરની આવક થવા પામી છે.

    ન્યારી-1 ડેમ ઓવરફ્લો

    ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના ત્રણ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, ગુજરાત, ચોમાસુ, રાજકોટ, વરસાદ

    આગામી સમાચાર