રાજકોટમાં ચાર કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ, ગોંડલની વાસાવડી નદી બે કાંઠે

News18 Gujarati
Updated: July 17, 2018, 9:03 AM IST
રાજકોટમાં ચાર કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ, ગોંડલની વાસાવડી નદી બે કાંઠે
રાજકોટમાં પડેલો વરસાદ

  • Share this:
રાજકોટ શહેરમાં સોમવારે સાંજે આઠ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ અને લક્ષ્મીનગરના નાળામાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું. મેયર બીનાબહેન આચાર્ય, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ અને મનપાના પદાધિકારીઓએ શહેરની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

પાણી ભરાયા

રાજકોટમાં પડેલા ધોધમાર વરસાદને પગલે રૈયા રોડ તેમજ કાલાવડ રોડ પર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. તો શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રાજકોટ શહેર ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં પણ એકથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

ગોંડલમાં પડેલો વરસાદ


ગોંડલની વાસાવડ નદી બે કાંઠેઆસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ગોંડલની વાસાવડ ગામ પાસે આવેલી વાસાવડી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી આવવાને કારણે પાટખીલોરી ગામ પાણી પાણી થઈ ગયું છે. ગામના 50 જેટલો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

મધ્ય ઝોન -6 ઇંચ
ઈસ્ટ ઝોન -5.30 ઇંચ
વેસ્ટ ઝોન -7 ઇંચ
First published: July 17, 2018, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading