Home /News /kutchh-saurastra /

રાજકોટમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબક્યો, મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરી દેવાયો

રાજકોટમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબક્યો, મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરી દેવાયો

આંકડા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી શહેરમાં 185 મિલી મીટર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાળું અને પોપટપરા બ્રિજને બંધ કરી દેવાની ફરજ પડી છે.

આંકડા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી શહેરમાં 185 મિલી મીટર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાળું અને પોપટપરા બ્રિજને બંધ કરી દેવાની ફરજ પડી છે.

    હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના આઠ વાગ્યા સુધી સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી શહેરમાં 185 મિલી મીટરથી વધારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લક્ષ્મીનગરનું નાળું અને પોપટપરા બ્રિજને બંધ કરી દેવાની ફરજ પડી છે. રાજકોટ ઉપરાંત લોધિકા, જેતપુર, જસદણ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે મહિલા કોલેજ પાસે આવેલા મુખ્ય અંડર બ્રિજને બંધ કરી દેવાની ફરજ પડી હતી.

    વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક

    રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં  આજી ડેમ ઓવરફ્લો થયો છે.  આજી-2 ડેમ પણ ઓવરફ્લો  થયો છે.  ન્યારી-1 ડેમ ફરી ઓવરફ્લો થશે, ઓવરફ્લો થવામાં 0.30 ફૂટ બાકી, હાલની સપાટી 24.80 ફૂટ છે.  ન્યારી 2 ડેમ સંપૂર્ણ ભરાતા ઓવરફ્લો થયો છે.



    ઝોન પ્રમાણે ક્યાં કેટલો વરસાદ?

    રાજકોટમાં સાર્વત્રિક 7 ઇંચ વરસાદ
    સેન્ટ્રલ ઝોનમાં 7 ઇંચ વરસાદ
    પશ્ચિમ ઝોનમાં 7.5 ઇંચ વરસાદ
    પૂર્વ ઝોનમાં 4 ઇંચ વરસાદ

    મહિલા કોલેજ અંડર બ્રિજમાં પાણી ભરાયા

    શહેરમાં ભારે વરસાદને કારણે મહિલા કોલેજ પાસે આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે. પાણી ભરાતા ફાયર બ્રિગેડની ટુકડી દોડી ગઈ હતી. સાથે જ મહાપાલિકાના વિજિલન્સ સ્ટાફને સ્થળ પર તહેનાત કરી દેવામાં આવ્યો છે.



    ભારે વરસાદની આગાહી

    સૌરાષ્ટ્ર પર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના પગલે રવિવારે હવામાન વિભાગ તરફથી ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે જ રાજકોટ શહેરમાં મોડીરાત્રે વરસાદનું આગમન થયું હતું. શ્રાવણ બાદ ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ કપાસ અને મગફળી સહિતના પાકને જરૂરિયાત પ્રમાણે વરસાડ પડ્યો હોવાથી ખેડૂતવર્ગ ખુશખુશાલ છે.

    જામનગરમાં વરસાદ

    રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ રાતથી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 64 એમ.એમ., કાલાવડમાં 60 એમ.એમ, લાલપુરમાં 24 એમ.એમ., જામજોઘપુરમાં 62 એમ.એમ., ધ્રોલમાં 12 એમ.એમ., જોડિયામાં 26 એમ.એમ. વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ઉંડ-2 ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, Saurashtra, ચોમાસુ, રાજકોટ

    આગામી સમાચાર