Home /News /kutchh-saurastra /

આનંદો! 12-13 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

આનંદો! 12-13 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ફાઇલ તસવીર

આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

    વિભુ પટેલ, અમદાવાદ : કેરળમાં વિધિવત રીતે 8મી જૂનના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ સામાન્ય રીતે 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે હવામાન વિભાગના કહેવા પ્રમાણે 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જોકે, અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ આખી સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં ચોમાસું વધારે પાછળ ધકેલાય શકે છે.

    હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11મી જૂનથી વાતાવરણમાં પલટો આવશે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.



    કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?

    હવામાન વિભાગ તરફથી તા. 9ના રોજ ગુજરાતના જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલી વિશે કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આણંદ અને બરોડા જિલ્લામાં 12 અને 13 જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 11થી 13મી જૂન દરમિયાન ભરૂય, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

    આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાડ પડી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, IMD, Saurashtra Kutch, ચોમાસુ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन