સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર

News18 Gujarati
Updated: June 27, 2019, 7:17 PM IST
સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર
રાજકોટના પડઘરીમાં પડેલો વરસાદ

ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે સૌરાષ્ટ્ર પંઠકના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે સૌરાષ્ટ્ર પંઠકના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ અનુભવી રહ્યા છે. વરસાદ પડવાની સાથે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે

મળતી માહિતી પ્રમાણે આજે ગુરુવારે બોટાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી-સાવરકુંડલામાં વરસાદના કારણે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વધી છે.

ભાવનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પગલે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. એક દિવસના વિરામ બાદ ભાવનગરમાં ફરથી એન્ટ્રી કરતા લોકોને બફારામાંથી મુકતી મળી હતી. રાજકોટની વાત કરીએ તો જસદણ અને પડધરી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખીલોરી, રાણસીકી, વિંઝીવડ, નાના સખપુર ગામોની સીમમાં ભારે વરસાદ પડ્યો હતો. બુધવારે પાંચ ઇંચ જેટો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.

ગુરુવારે સવારે હવામાન ખાતાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 24 કલાકમાં રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મી.મી. 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખીલોરી, રાણસોકી, વિંઝીવડ,નાના સખપુર ગામોની સીમમાં ભારે વરસાદ નોંધાયો હતો. જયારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 3 ઇંચ (75 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલી જિલ્લાના બગસરામાં 70 મી. મી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના ઉનામાં 60 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 60 મી.મી. વરસાદ નોંધાયો હતો.
First published: June 27, 2019, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading