સાવધાન! શ્રાવણ માસમાં તમે આવા કેમિકલથી પકવેલા કેળા તો નથી ખાતાને?

News18 Gujarati
Updated: August 6, 2019, 5:06 PM IST
સાવધાન! શ્રાવણ માસમાં તમે આવા કેમિકલથી પકવેલા કેળા તો નથી ખાતાને?
કેળું કેળાને ક્રૂશ કરીને તેમાં બે ચમચી મલાઇ કે દૂધ મેળવો. અને પછી આ પેસ્ટને તમારા ચહેરા પર 10 મિનિટ લગાવી ચહેરો નવશેકા પાણીથી સાફ કરી લો. આ ફેસપેક તમારા ચહેરા પર ગ્લો લાવશે.

જે ગોડાઉનમાં કેળા પકવવામાં આવતા હતા તેનું લાઇસન્સ પણ લેવામાં નહોતું આવ્યું.

  • Share this:
હરિન માત્રાવાડિયાઃ રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા કેળાના ગોડાઉન પર દરોડા પડવાના આવ્યા હતા. જેમાં કેળાનો અમુક જથ્થો કેમિકલથી પકવવામાં આવતા હોવાનું સામે આવ્યું અને વધુમાં જે ગોડાઉનમાં કેળા પકવવામાં આવતા હતા તેનું લાઇસન્સ પણ લેવામાં નહોતું આવ્યું.

એક તરફ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં લોકો ફાળો ખાવાનું વધુ પસંદ કરે છે અને તેમાં પણ કેળા સૌથી વધુ લોકો ખાતા હોય છે. પરંતુ હવે રાજકોટવાસીઓ કેળા ખાતા પહેલા તેની ગુણવત્તા ચકાશે તેવો સમય આવી ગયો છે. કેમકે રાજકોટની બજારમાં જે કેળા આવી રહ્યા છે તે કેમિકલથી પકવવામાં આવી રહ્યા છે.

રાજકોટના મોરબી રોડ પર આરોગ્ય વિભાગ દ્વારા જનતા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેળાના ગોડાઉનમાં 20 ટન જેટલા કાચા કેળાનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાં રહેલો કાચા કેળાનો જથ્થો એફએસએસાઈના નિયમ મુજબ ગેસથી જ પકવવામાં આવતા હતા. પરંતુ આરોગ્ય વિભાગને શંકા હતી. જે કેળાનો અમુક જથ્થો અન્ય કેમિકલથી પકવવામાં આવે છે અને જેના આધારે જનતા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે રીતે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા કેળાના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં અગાઉ પણ અખાદ્ય કેળાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આજે જે જનતા ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં બધી વસ્તુ યોગ્ય નિયમ મુજબ હોવાનું આરોગ્ય વિભાગનું રટણ તેની કામગીરીને શંકાના દાયરામાં રાખી રહ્યું છે. ત્યારે હવે ઘણા સમય બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય થતા અનેક સવાલો સામે આવી રહ્યા છે.
First published: August 6, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading