ચોંકાવનારો આંકડા : રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા 111 બાળકોને હૃદયરોગ, 11ને કેન્સરની બીમારી


Updated: March 13, 2020, 12:11 PM IST
ચોંકાવનારો આંકડા : રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા 111 બાળકોને હૃદયરોગ, 11ને કેન્સરની બીમારી
પ્રતિકાત્મક તસવીર

આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ જીલ્લાના 11 તાલુકાના કુલ મળી 4.16 લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ : જિલ્લાની (Rajkot Distict) શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ (Health check Up in Primary Schools) હેઠળ જીલ્લાના 11 તાલુકાના કુલ મળી 4.16 લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાંથી 111 હૃદયરોગ (Heart Disease)ના અને 17 બાળકોને કિડની (Kidney Disease) તેમજ 11 બાળકો કેન્સર (Caner Patient)ના દર્દથી પીડાતા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમમાં રેફરલ સેવાઓ જેમને આપવામાં આવી એવા બાળકોની સંખ્યા જોઈએ તો આંખના રોગ માટે 513, દાંત રોગ માટે 1.42 લાખ, ચામડીના રોગ માટે 729, કાન-નાક ગળા માટે 479, અન્ય રોગ માટે 279 બાળકોને સારવાર આપવામાં આવી છે. કુલ 4825 બાળકોને આ સંદર્ભે સેવાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Coronavirus Effect : વિદેશમાં સ્ટોર ખાલી, ગુજરાતીઓની હાલત કફોડી

ગત વર્ષે ગંભીર કહી શકાય એવા કુલ 139 બાળકોની સારવાર કરવામાં આવી હતી. આ વર્ષે હૃદયરોગના 111, કિડનીના 17 અને કેન્સરના 11 બાળદર્દી મળી આવ્યા છે. કેન્સરના પ્રથમ તબક્કામાં જ તેનું નિદાન થતા હવે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની શાહ હૉસ્પિટલમાં આવા બાળ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ: મહિલાને મારવાનું કાવતરૂ? બાઈક ચાલકે મહિલાને અડફેટે લઈ ઘસડી, જુઓ - Live Video

ઉલ્લેખનીય છે કે કુપોષણ અને અન્ય રોગોને લઈને સમયાંતરે સરકાર દ્વારા ચકાસણીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે રીતે રાજકોટ જિલ્લાની શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી.
First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading