કરોડોની કિંમતનું જમીન કૌભાંડ ઝડપાયું, સરકારી માલિકીની જમીન બારોબાર વેચી દીધી, શોરૂમ બની ગયો

કરોડોની કિંમતનું જમીન કૌભાંડ ઝડપાયું, સરકારી માલિકીની જમીન બારોબાર વેચી દીધી, શોરૂમ બની ગયો
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના મામલતદાર દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આઠ જેટલા શકશો વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
રાજકોટની ભાગોળે આવેલા કાંગશિયાળી ગામમાં કરોડોની સરકારી જમીન બારોબાર વહેંચી નાખવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના મામલતદાર દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આઠ જેટલા શકશો વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલામાં લોધિકાના મામલતદાર જમનભાઈ હિરપરા દ્વારા સરકારી જમીન કૌભાંડ આચરનાર આઠ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં આ તમામ લોકો એકબીજા સાથે મળી કાંગશિયાળી ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર કાવતરું કરી જગ્યા પચાવી પાડવા ઉતરોતર જમીન માલિકીના ખરીદ વેચાણના ખોટા સોગંદનમાં બનાવ્યા હતા.જેમાં અલગ અલગ દુકાનો અને શોરૂમની 450 ચો.વાર જનીનના ખોટા સોગંદનામા, ડોક્યુમેન્ટના આધારે જમીન માલિકીનો હક સ્થાપિત કરી કરોડો રૂપિતાની જમીન પચાવી પાડી હતી. ત્યારબાદ આ જગ્યા પર શોરૂમ અને ગોડાઉન બનાવી તેનું વેચાણ કરવા નોટરાઈઝ લખાણો ખોટા માલિકી હકના બનાવી ખારીદનાર અને વેચનાર કાયદેસર સુખ અવેજની પૂર્ણા રકમ મળી ગઇ હોવાની જામીનગીરીનું લખાણ કરી નોટરાઈઝ લખાણો માલિકી અંગેના ખોટા હોવા છતાં સાચા તરીકે દર્શાવી અને નોટરી લખાણ માલિકી અંગે તબદીલ થયાનું અભીપેત કરવા બનાવી સરકારી જનીનના ખોટા માલિકી હક ઉભા કરી વેચી નાખી હતી.

હાલતો સમગ્ર મામલે મામલતદારની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસે મુકેશ ડોબરિયા, ઓસમાન કુક્કડ, વિભા ભરવાડ, માલદેવ ગઢવી, રાજેન્દ્રસિંહ વાળા, ભરત ગમારા, મનીષ પરમાર, અને સીનલબેન પટડીયા સામે કલમ આઈપીસી 465, 467, 468, 471, 423, 114 અને 120 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 01, 2020, 16:16 pm

ટૉપ ન્યૂઝ