હું પાટીદાર સમાજનો ચહેરો છું શિવસેનાનો નહીંઃહાર્દિક પટેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 9, 2017, 12:39 PM IST
હું પાટીદાર સમાજનો ચહેરો છું શિવસેનાનો નહીંઃહાર્દિક પટેલ
સુરતઃશિવસેના મામલે હાર્દિક પટેલે આજે સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કેહું પાટીદાર સમાજનો ચહેરો છું શિવસેનાનો નહીં.પાટીદાર હિતમાં કામ કરશે તેને પાટીદાર સમાજ સમર્થન આપશે.પાટીદાર નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ત્રીજા ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હાર્દિકે કહ્યું હતું કે, કોઈ પાર્ટીમાં જોડાયો નથી. ઠાકરેના આશીર્વાદ લેવા માટે ગયો હતો. હું શિવસેના નહીં પરંતુ પાટીદારોનો ચહેરો છું.આજે હાર્દિક ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી પુણા પોલીસ સ્ટેશનનો ધેરાવ કરવા જશે તેવું આયોજન થયું છે.

નોધનીય છે કે, બે દિવસ અગાઉ ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ મુંબઇમાં શિવસેનાના ઉધ્ધવ ઠાકરેને મળ્યો હતો. શિવસેનાએ ગુજરાત ચૂંટણી માટે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજુ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી શિવસેના ચીફ ઉધ્ધવ ઠાકરેએ આપી હતી.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે મુંબઈમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. આગામી સમયમાં નવા સમીકરણો બને તેવી શક્યતા સેવાઇ રહી છે. બંનેએ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ત્યારે હાર્દિકે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યુ હતું કે, સેનાને જ્યા જરૂર પડશે ત્યા તેમની સાથે ઉભો રહીશ.

હાર્દિક પટેલે કહ્યુ હતું કે,છત્રપતિ શિવાજીની ભૂમિ વીરોની ભૂમિ છે.સેના માટે જ્યાં જરૂર હશે ત્યાં તેમની સાથે ઉભો રહીશ.અનામત વ્યવસ્થા ખોટી નથી.તેને સારી રીતે લાગુ કરવાની જરૂર છે.શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે,હાર્દિકનું માતોશ્રી અને મુંબઈમાં સ્વાગત કરૂ છું.હાર્દિકની ઈચ્છા હતી કે માતોશ્રી આવીને બાલાસાહેબના આશીર્વાદ લે.ન્યાય અને હક માટે હાર્દિકની લડાઈ છે.જ્યાં ન્યાય અને હકની લડાઈ છે ત્યા હાર્દિક સાથે હશે.
First published: February 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर