અંકિત પોપટ, રાજકોટ: એક્ઝિટ પોલના તારણ બાદ પહેલી વખત હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, હું આ એક્ઝિટ પોલના તારણને માનતો નથી. મારા એક્ઝિટ પોલ મુજબ દેશમાં યુપીએની જ સરકાર બની રહી છે.
હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સાત તબક્કાની ચૂંટણી પૂરી તયા બાદ કેટલીએ ન્યૂઝ ચેનલોએ એક્ઝિટ પોલ જાહેર કર્યો, જેમાં ભાજપને બહુમત મળી રહી છે. હું એવું નથી કહેતો કે ,એક્ઝિટ પોલ ખોટા હોય છે, પરંતુ 30 વર્ષમાં 2014 સિવાય અત્યાર સુધીમાં તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે.
હાર્દિકે એક્ઝિટ પોલ મુદ્દે પોતાનો વિચાર જણાવતા કહ્યું કે, 2019ની ચૂંટણી સમયે ખેડૂતોની સમસ્યા, નોટબંધી, બેરોજગારી, ભ્રષ્ટાચાર આ બધા મુદ્દે લડાઈ હતી, તેથી મારો વ્યક્તિગત પોલ એ છે કે, એનડીએની સરકાર નથી બની રહી. ભારતીય જનતા પાર્ટી માત્ર 160થી 170 સીટો મેવી સમેચાઈ જશે, જ્યારે કોંગ્રેસ આ વખતે 140થી 145 સીટો મળશે.
હાર્દિક પટેલે ગુજરાતની 26 સીટો મુદ્દે એક્ઝિટ પોલના તારણ પર કહ્યું કે, મોટાભાગના સર્વેમાં 4થી 5 લાખ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દેશ ઘણો મોટો છે, લગભગ 50 કરોડ લોકો મતદાન કરે છે, ત્યારે મારૂ માનવું છે કે, ચાર પાંચ લોકો સર્વે કરે તે પરિણામ ન આવે. જો હું ગુજરાતની વાત કરૂ તો ગુજરાતમાં કોંગ્રેસને આઠથી દસ સીટો મળશે. ગુજરાતમાં કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યું છે, રાજ્યની પ્રજાએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા છે. રાજ્યમાં પાણીની સમસ્યા, ખેડૂતો દુખી છે, બેરોજગારીનો પ્રશ્ન છે આ બધા મુદ્દે ભાજપાના વિરુદ્ધમાં કચકચાવીને મતદાન થયું છે.
હાર્દિકે કહ્યું કે અગામી સમયમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે, ગામડે ગામડે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવસે, પરિણામ આવી જવા દો કોંગ્રેસની સરકાર બનશે એટલે અમે જે નક્કી કર્યું છે ખેડૂતોને દેવા માફી, ગરીબોને 72 હજાર આપવા, યુવાનોને રોજગારી આપવી તેના માટે કોંગ્રેસ તૈયાર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર