ભાજપ મતદારોને દબાવે છે, તેમને નજર સામે હાર દેખાઇ રહી છે: હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: April 14, 2019, 12:13 PM IST
ભાજપ મતદારોને દબાવે છે, તેમને નજર સામે હાર દેખાઇ રહી છે: હાર્દિક પટેલ
ફાઇલ તસવીર

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને 8 દિવસ જ બાકી છે ત્યારે તમામ પક્ષનાં નેતાઓ નિવેદનોનું રાજકારણ રમી રહ્યાં છે.  ભાજપનાં મધુશ્રીવાસ્તવ, કુંવરજી બાવળિયાએ મતદારો સાથે ધમકીનાં સૂરમાં વાત કરી હતી તેના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જ્યારે મોહન કુંડારીયાનો એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યને ધમકાવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે હાર્દિક પટેલનું નિવેદન આપી દીધું છે કે ભાજપ હાર ભાળી ગયા છે.

હાર્દિક પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'આ બધા હારની ચિંતામાં જે મતદારો મતદાન કરી શકે છે તેમને દબાવે છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે આ લોકોને નજર સમક્ષ હાર દેખાઇ રહી છે.'

મોહન કુંડારિયાની ઓડિયો ક્લિપ

મહત્વનું છે કે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમા મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે કે જો તેમને 70 ટકા ઉપર મત નહીં મળે તે તો તેઓ મંડળી બંધ કરાવી દેશે. જોકે, ન્યૂઝ 18 આ ઓડિયોની પુષ્ટી નથી કરતું. વાયરલ ઓડિયોમાં મોહન કુંડારિયાએ કહ્યું, 'નાનુ ભાઈ આ વખતે મને ચૂંટણીમાં કોઠારિયાના 70-75 મત જોઈએ, ત્યારે નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે. ત્યારે નાનુ ડોડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવસ્થિત વાત કરો.”

હાર્દિકે કહ્યું,'કોંગ્રેસમાંથી મળેલી ઇજ્જત અને તાકાત સંભાળી શક્યા નહીં અલ્પેશ ઠાકોર'

કુંવરજી બાવળિયાનો વીડિયો વાયરલરાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. ત્યાર બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હોત તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.

'ભાજપમાં ધમંડ દેખાય છે, CMને પણ ખબર નથી કે કોંગ્રેસના પ્રમુખ કોણ છે?' : હાર્દિક પટેલ

મધુશ્રીવાસ્તવનો એક વિવાદિત વીડિયો વાયરલ

વાઘોડિયાના MLA મધુશ્રીવાસ્તવનો એક વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મધુશ્રીવાસ્તવ જાહેર સ્ટેજ પરથી મતદારોને ધમકી આપે છે. તેઓ મતદારોને કહી રહ્યા છે કે દરેક બુથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઇશ. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા હાલ ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે.
First published: April 14, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading