Home /News /kutchh-saurastra /

જળસમાધિ કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું, 'હું લલિતભાઈ સાથે ઉભો ન રહું તો નકામો'

જળસમાધિ કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું, 'હું લલિતભાઈ સાથે ઉભો ન રહું તો નકામો'

હાર્દિક પટેલ

"લલિત વસોયાના સમર્થન માટે હું અહીં આવ્યો છું. લોકહીતના કામોમાં જોડાવવાની મારી ફરજ છે. જો આવા સમયે હું તેમની સાથે હાજર ન રહું તો હું નકામો છું તેવું સાબિત થાય."

    ધોરાજીના ભૂખી ગામ ખાતે યોજાયેલા જલસમાધિ કાર્યક્રમમાં હાજર રહેવા માટે હાર્દિક પટેલ પણ પહોંચી ગયો છે. અહીં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો એકઠા થયા છે. હાર્દિકે મીડિયાને સંબોધતા કહ્યું કે, "લલિત વસોયાના સમર્થન માટે હું અહીં આવ્યો છું. લોકહીતના કામોમાં જોડાવવાની મારી ફરજ છે. જો આવા સમયે હું તેમની સાથે હાજર ન રહું તો હું નકામો છું તેવું સાબિત થાય."

    હાર્દિકે શું કહ્યું?

    હાર્દિકે કહ્યું કે, "રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ચાલી રહી છે. લોકહીતના તમામ કામોમાં હાજર રહેવાની ફરજ છે. ગુજરાતની નદીઓમાં આવી જ રીતે કેમિકલવાળું પાછી છોડવામાં આવશે તો જમીન ખરાબ થઈ જશે. આ કોઈ આતંકવાદીની સભા નથી કે આટલી બધી પોલીસ ખડકી દેવામાં આવી છે."

    મીડિયાએ જ્યારે તેમને કહ્યું કે જળસમાધિ લેવી એ યોગ્ય પગલું નથી ત્યારે હાર્દિકે કહ્યું હતું કે, નદીઓમાં કેમિકલવાળું પાણી છોડી દેવું તે પણ યોગ્ય નથી. લોકોના હિત માટે જીવવું એ સારું કામ છે. ભગતસિંહે પણ દેશ માટે સારું કામ કર્યું હતું. લોકહિત માટે કામ કરવું એ તમામની ફરજ છે.

    પ્રદુષિત પાણીનો શું ઉકેલ હોઈ શકે તેવા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, ભાદર નદીમાં આવું પાણી છોડવામાં ન આવે એ જ એકમાત્ર રસ્તો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhadar River, Lalit vasoya, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन