'હાર્દિક લેઉવા પટેલ નથી'ખોડલધામમાં વિઠ્ઠલભાઇ રાદડિયાના નિવેદનથી ગરમાવો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:16 PM IST
'હાર્દિક લેઉવા પટેલ નથી'ખોડલધામમાં વિઠ્ઠલભાઇ રાદડિયાના નિવેદનથી ગરમાવો
રાજકોટ,ગાંધીનગરઃખોડલધામમાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યુ હતું કે હાર્દિક લેઉવા પટેલ નથી. જેને લઇ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આદોલનનો સંયોજક છે. ત્યારે તેના પર ભાજપી સાંસદના નિવેદનથી મામલો ગરવાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 6:16 PM IST

રાજકોટ,ગાંધીનગરઃખોડલધામમાં ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યુ હતું કે હાર્દિક લેઉવા પટેલ નથી. જેને લઇ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલ ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આદોલનનો સંયોજક છે. ત્યારે તેના પર ભાજપી સાંસદના નિવેદનથી મામલો ગરવાયો છે. ડાયરા પહેલા સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ નિવેદન કરતા વિવાદ થયો છે.


રાદડિયાએ કહ્યું હતું કે, અમારા સમાજ સાથે હાર્દિક પટેલને શું લેવાદેવા? 'હાર્દિક પટેલ લેઉવા પાટીદાર નથી, તેને લેઉવા પાટીદાર કોઇ નિસ્બત નથી'. '2017ની ચૂંટણીમાં હાર્દિકની કોઇ અસર નહીં દેખાય. અનેક આંદોલનકારીઓ ખોવાઇ ચૂક્યા છે. ખોડલધામ ઉત્સવમાં આવવું હોય તો ભલે આવે અમે તેને રોકીશું નહીં. પાટીદાર અનામત આદોલન સમિતિએ જણાવ્યા હતું કે, હાર્દિક પટેલ લેઉઆ પટેલ નથી એ બધાને ખબર છે પણ  હાર્દિકને લેઉઆ પટેલ સાથે કાંઇ લેવાદેવા નથી એવું કહીને વિઠ્ઠલ રાદડિયાએ એમની માનસિકતા છતી કરી છે.


હાર્દિકે કહ્યુ.હું મા ખોડલનો સંતાન પાટીદાર છું.


સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યુ કે હું લેઉવા કે કડવા પાટીદાર નથી.હું મા ખોડલનો સંતાન પાટીદાર છું.સમાજ તોડતા તત્વો સમાજનું વિચારો પોતાનું નહીં.સમાજને તોડવાનું નહીં જોડવાનું વિચારો.મા ખોડલના સાનિધ્યમાં આ સારુ નથી લાગતું. ખોડલધામમાં ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદેડીયાએ હાર્દિક પટેલ સંદર્ભે આપેલા નિવેદનને પાસ દ્વારા વખોડી નાખવામાં આવ્યુ છે.પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, પાટીદાર સમાજ અત્યારે એક બન્યો છે.જેમાં કડવા કે લેઉવાની કોઇ વાત આવતી નથી.અને ખોડલધામમાં પાટીદાર સમાજને એકજુથ કરવાનુ ભગીરથ કામ કરવામાં આવી રહ્યુ છે.


ફાઇલ તસવીર


 
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर