રાજકોટ શહેરમાં દિવસે દિવસે કોરોનાનો (Rajkot Corona cases) કહેર વધી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓને તેમના રિપોર્ટ અને ચેક અપ કર્યા બાદ અલગ-અલગ જગ્યા ઉપર રીફર કરવામાં આવે છે જેમાં વધુ ગંભીર દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય દર્દીઓને સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં સારવાર આપવામાં આવે છે. રાજકોટ સ્થિત કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) નિમિત્તે શ્રધ્ધાળુ દર્દીઓએ તેમના કોરોનાના રોગને ભુલી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને હકારાત્મક ઉર્જા મેળવી હતી.
સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજાએ જણાવ્યું હતું કે, શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લેતા દર્દીઓને તથા તેમનાં સગાંઓને હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ તેમના રોગને ભુલીને સામુહિક હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થયા હતા અને પુલકિત મને આજની સવાર પસાર કરી હતી.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે, જયાં સિવિલ હોસ્પિટલમાંથી રીફર કરાયેલા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે. હાલ આ સેન્ટરમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 200 દર્દીઓ સારવાર મેળવી રહયા છે.
મહત્વનું છે કે જે રીતે આજે હનુમાન જયંતિ છે ત્યારે મંદિરોમાં ખૂબ સાદાઈથી હનુમાન જયંતિ મનાવવામાં આવી રહી છે આજે હનુમાન જયંતી અને મંગળવારનો ખૂબ પવિત્ર દિવસ પણ માનવામાં આવી રહ્યો છે ઘણાં મંદિરોમાં કોરોના ને ભગાડવા માટે ખાસ પૂજા પણ કરવામાં આવ્યા હતા.
" isDesktop="true" id="1091626" >
રાજકોટના પણ મંદિરમાં કોરોના દૂર થાય અને હાલમાં ઓક્સિજનની કમિટી લોકો મૃત્યુ પામે તો એના માટે પણ ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી ત્યારે રાજકોટ સ્થિત કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે આજે હનુમાન જયંતી નિમિત્તે શ્રધ્ધાળુ દર્દીઓએ તેમના કોરોનાના રોગને ભુલી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને હકારાત્મક ઉર્જા મેળવી હતી.