રાજકોટ: શંકાસ્પદ બોક્સમાંથી દેશી બોમ્બ મળી આવ્યો, હુમલાની દહેશતને પગલે ભયનો માહોલ

Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 3:00 PM IST
રાજકોટ: શંકાસ્પદ બોક્સમાંથી દેશી બોમ્બ મળી આવ્યો, હુમલાની દહેશતને પગલે ભયનો માહોલ
મુંબઇમાં આતંકી હુમલાની આશંકા સેવાઇ રહી છે ત્યાં રાજકોટમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવતાં રહીશોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. બોમ્બ કે સ્ફોટક સામગ્રીની આશંકાને લઇને ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 14, 2017, 3:00 PM IST
રાજકોટ #મુંબઇમાં આતંકી હુમલાની આશંકા સેવાઇ રહી છે ત્યાં રાજકોટમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવતાં રહીશોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. બોમ્બ કે સ્ફોટક સામગ્રીની આશંકાને લઇને ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.


બોક્સમાં દેશી બોમ્બ હોવાની આશંકાને પગલે પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમો દોડી આવી હતી અને બોક્સમાં તપાસ કરતાં અંદર દેશી બોમ્બ હોવાનું સામે આવ્યું હતું. છેવટે ખુલ્લા મેદાનમાં લઇ જઇ બોમ્બ સ્ક્વોડ દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરી દેવાયો છે. દેશી બોમ્બમાં જીલેટીનની 20 જેટલી સ્ટીક હોવાનું સામે આવ્યું છે. જો આ બોમ્બ સક્રિય થયો હોત અને ધડાકો થયો હોત તો એકાદ કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હોત.રાજકોટના ખોડિયરનગર વિસ્તારમાં આજે સવારે એક શંકાસ્પદ બોક્સ પડેલુ હોવાથી રહીશોમાં અનેક શંકા આશંકાઓ થઇ હતી. જોકે અંદર કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ હોવાને લઇને પોલીસને જાણ કરાઇ હતી.


પોલીસ બોમ્બને નિષ્ક્રિય કરી દીધો છે પરંતુ અહીં સવાલ એ થઇ રહ્યો છે કે આખરે આ બોક્સ અહીં કોણ મુકી ગયું? શું શહેરમાં અન્ય સ્થળોએ કોઇ બોક્સ મુકવામાં આવ્યા છે કે કેમ? પોલીસ માટે તપાસ અને ચિંતાનો વિષય બન્યો છે.


First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर