રાજકોટ ડબલ મર્ડર કેસ બનાવટી એન્કાઉન્ટર ખુલ્યું, પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓની ધરપકડ

Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 12:31 PM IST
રાજકોટ ડબલ મર્ડર કેસ બનાવટી એન્કાઉન્ટર ખુલ્યું, પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓની ધરપકડ
રાજકોટના બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગેંગવોરમાં બે ગુનેગારોની હત્યા થઇ હોવાની થીયરી કરતાં સાવ અલગ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ હત્યા નહી પરંતુ પોલીસ દ્વારા કરાયેલ બનાવટી એન્કાઉન્ટ હોવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 12:31 PM IST
રાજકોટ #રાજકોટના બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગેંગવોરમાં બે ગુનેગારોની હત્યા થઇ હોવાની થીયરી કરતાં સાવ અલગ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ હત્યા નહી પરંતુ પોલીસ દ્વારા કરાયેલ બનાવટી એન્કાઉન્ટ હોવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટના નામચીન ગુનેગાર શક્તિ ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરીયાની 1લી જાન્યુઆરીની રાતે હત્યા થઇ હતી. લૂંટના નાણાની વહેંચણીને લઇને બંને વચ્ચે મારામારી થઇ હોવાની અને એમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પરિવાર દ્વારા સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી હતી.

આ દરમિયાન આ ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આતરિંક જુથબંધીને લીધે નહીં પોલીસના મારથી આ હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પીઆઇ સુખવિન્દરસિંહ  સહિત પાંચ પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોરાળાના પીઆઇ સુખવિન્દરસિંહ, ડી સ્ટાફના પીએસઆઇ સુરેશ સોલંકી અને ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ, હિતેશ પરમાર સહિત પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. શક્તિ ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરિયાના મોત થયા હતા. સીબીઆઇ તપાસની માંગ કરી હતી. પોલીસ કસ્ટડીમાં જ મોત થયાનું સામે આવ્યું, પોલીસના મારથી જ મોત થયાના પુરાવા મળ્યા.

હત્યાનો મામલો શું હતો? 

રાજકોટ ડબલ મર્ડર હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસની વિગત જોઇએ તો 1જી જાન્યુઆરીના રોજ શક્તિ અને પ્રકાશની હત્યા થઇ હતી. બંને સામસામે ઝઘડ્યા હતા અને બંનેના મોત થયાની થીયરી સામે આવી હતી. પોલીસની થીયરી મુજબ વાત કરીએ તો બંને શખ્સો લૂંટની રકમની વહેંચણીને લઇને ઝઘડ્યા હતા. જેમાં હત્યા થઇ હતી.

પોલીસના સમર્થનમાં લોકોની રેલી

એક તરફ પોલીસ દ્વારા જ આ કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ સ્થાનિક લોકો પોલીસના સમર્થનમાં બહાર આવ્યા છે.  પોલીસના સમર્થનમાં લોકોએ રેલી કાઢી છે. લોકોનું કહેવું છે કે, પોલીસ નિર્દોષ છે અને જે શખ્સો માર્યા ગયા છે એ ગુનેગાર હતા અને એમની વિરૂધ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હતા.

 
First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर