મોતનો વીડિયો: ડ્રાઇવરની બેદરકારીથી બે બસની વચ્ચે વૃધ્ધે જીવ ગુમાવ્યો

Haresh Suthar | News18 Gujarati
Updated: January 24, 2017, 12:28 PM IST
મોતનો વીડિયો: ડ્રાઇવરની બેદરકારીથી બે બસની વચ્ચે વૃધ્ધે જીવ ગુમાવ્યો
રાજકોટ એસ ટી બસ ડેપોમાં અરેરાટી ઉપજાવે એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડ્રાઇવરની બેદારકારીને પગલે વૃધ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોતિયાનું ઓપરેશન કરાવી આંખે દુનિયા જોવાના સ્વપ્ન સાથે વતન જઇ રહેલા વૃધ્ધને ડ્રાઇવરની બેદરકારીથી મોત મળ્યું છે. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે એવા છે, આ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય એમ છે કે ડ્રાઇવરની બેદરકારીથીજ વૃધ્ધનું મોત નીપજ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 24, 2017, 12:28 PM IST
રાજકોટ #રાજકોટ એસ ટી બસ ડેપોમાં અરેરાટી ઉપજાવે એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડ્રાઇવરની બેદારકારીને પગલે વૃધ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોતિયાનું ઓપરેશન કરાવી આંખે દુનિયા જોવાના સ્વપ્ન સાથે વતન જઇ રહેલા વૃધ્ધને ડ્રાઇવરની બેદરકારીથી મોત મળ્યું છે. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી શકે એવા છે, આ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય એમ છે કે ડ્રાઇવરની બેદરકારીથીજ વૃધ્ધનું મોત નીપજ્યું છે.

કોડીનાર તાલુકાના જમલવાડ રહેતાં 75 વર્ષના ઉમેદપરી ગોસાઇ નામના વૃદ્ધને આંખમાં મોતીયો હોઇ ઓપરેશન માટે ગામના રણમલભાઈ સાથે રાજકોટ આવ્યા હતાં અહીની રણછોડદાસજી બાપુની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. 20મી તારીખે તેમને રજા આપવામાં આવતાં રણમલભાઈ સાથે તે વતન જવા માટે રાજકોટ એસ.ટી. ડેપોમાં આવ્યા હતાં. જ્યાં પ્લેટફોર્મ નં. ૪ પર તેઓ બસની રાહ જોઇ ઉભા હતા એવામાં રિવર્સ આવી રહેલી બસની ટક્કર વાગતાં તેઓ પાછળ ઉભી રહેલી બસ વચ્ચે પીસાઇ ગયા હતા. ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું.

આ મામલે એ-ડિવિજન પોલીસે ગુનો નોધી બસના ડ્રાઇવર રાજાભાઈ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ બસના ડ્રાઇવર રાજાભાઈ અને મહિલા કંડક્ટર સામે બેદરકારી બદલ વિભાગ દ્વારા પણ પગલાં તોળાતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે.
First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर