'એ વગાડ...વગાડ...': ચૂંટણી પરિણામો બાદ નોટોનો વરસાદ, રાજકોટમાં 500-500 રૂપિયાની નોટો ઉડી

'એ વગાડ...વગાડ...': ચૂંટણી પરિણામો બાદ નોટોનો વરસાદ, રાજકોટમાં 500-500 રૂપિયાની નોટો ઉડી
અમરેલી અને રાજકોટના દ્રશ્યો.

રાજકોટ અને અમરેલી શહેરમાંથી નોટો ઉડાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે.

  • Share this:
    અમદાવાદ: રાજ્યની 31 જિલ્લા પંચાયત (District Panchayat), 81 નગરપાલિકા (Nagar Palica) અને 231 તાલુકા પંચાયત (Taluka Panchayat)ની યોજાયેલી ચૂંટણી બાદ હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે. જેમ જેમ પરિણામો આવતા જાય છે તેમ તેમ વિજય સરઘસ પણ કાઢવામાં આવી રહ્યા છે. જેમાં ક્યાંક મીઠાઈ વહેંચવામાં આવી રહી છે, ક્યાંક ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક ઢોલીઓ પર નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છો. જોકે, આ દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું બિલકુલ પાલન કરવામાં આવી રહ્યું નથી. એટલે ક્યાંક વિજયનો આ ઉન્માદ આગામી સમયમાં ભારે પણ પડી શકે છે.

    રાજકોટ અને અમરેલી શહેરમાંથી નોટો ઉડાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી છે. અહીં વિપક્ષ નેતા પરેશ ધાનાણીને મોટો ઝટકો લાગ્યો છે. વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી કાઢવામાં આવેલા વિજય સરઘસમાં નોટોનો વરસાદ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ રાજકોટના બેડી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ઢોલીઓ 500-500 રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.



    આ પણ વાંચો: સુરત: યુવકને પરિણીત મહિલા સાથે લીવ-ઇનમાં રહેવું ભારે પડ્યું, મહિલાના પતિએ કરી આવી હાલત

    ઉલ્લેખનીય છે કે કોઈ પણ જીતની ઉજવણી ઢોલી (ઢોલ વગાડનાર) વગર અધૂરી ગણાય છે. આ દરમિયાન રાજકોટમાંથી જે વીડિયો સામે આવ્યા છે તેમાં બીજેપીના કાર્યકરો ઢોલીઓ પર 500-500 રૂપિયાનો નોટો ઉડાવી રહ્યા છે. કાર્યકરોના હાથમાં પણ 500 રૂપિયાની નોટોના બંડલ પણ જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિ પકડાયો પણ તેનો મોબાઇલ ગાયબ, ક્યાં ગયો?

    8,474 બેઠક પર પરિણામ:

    રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.

    આ પણ વાંચો: પેટલાદ નગરપાલિકા ચૂંટણી: કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય

    2015નું ચૂંટણી પરિણામ:

    2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:March 02, 2021, 14:29 pm

    ટૉપ ન્યૂઝ