રાજકોટ: કૉંગ્રેસના ગઢ જસદણમાં ગાબડું, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને જસદણ તાલુકા પ્રમુખનું રાજીનામું

રાજકોટ: કૉંગ્રેસના ગઢ જસદણમાં ગાબડું, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને જસદણ તાલુકા પ્રમુખનું રાજીનામું
રામાણી ભાઈઓ.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણી (Gajendra Ramani) તેમજ તેના પિતરાઈ ભાઈ દિલીપ રામાણી (Dilip Ramani)એ ગુજરાતી જસદણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે.

  • Share this:
રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)ને આડે હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી છે તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારમાં કૉંગ્રેસ (Congress)માં ગાબડું પડ્યું છે. માત્ર બે કલાકના જ સમયાંતરમાં જસદણ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણી (Gajendra Ramani) તેમજ તેના પિતરાઈ ભાઈ દિલીપ રામાણી (Dilip Ramani)એ ગુજરાતી જસદણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે. બંને પિતરાઈ ભાઈઓએ અંગત કારણોસર કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. જોકે, પડદા પાછળનો ખેલ જુદો છે.

કુંવરજી બાવળીયા કૉંગ્રેસ છોડી ભાજપમાં જતા બંને પિતરાઈ રામાણી ભાઈઓએ ભાજપનો સાથ છોડી કૉંગ્રેસનો હાથ થામ્યો હતો. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાના વિરોધી ઉમેદવાર અને કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર એવા અવસર નાકિયાને જીતાડવા માટે બંને ભાઈઓએ તનતોડ મહેનત કરી હતી. સાથે જ કૉંગ્રેસ પક્ષનું કાર્યાલય પણ પોતાના કારખાનામાં ગજેન્દ્ર રામાણીએ ખોલ્યું હતું.



આ પણ વાંચો: Mrs Bectors Food IPO: 10 જ દિવસમાં રોકાણકારો ફરી થયા માલામાલ

જોકે, રાજકારણમાં પક્ષાંતર હર હંમેશ માટે થતું આવ્યું છે અને થતું રહેશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પૂર્વે જ ગણતરીના જ દિવસો પૂર્વે કૉંગ્રેસ પક્ષમાંથી બંને પિતરાઈ ભાઈઓએ રાજીનામા ધરી દેતા કૉંગ્રેસમાં ગાબડું પડ્યું છે. આગામી સમયમાં બંને રામાણી ભાઈઓ ફરી પાછા ભાજપમાં જોડાશે કે નહીં એ તો સમય જ બતાવશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રવર્તમાન સદસ્યોની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું રાજ શરૂ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવા ભાજપે કવાયત શરૂ કરી દીધી છે તો કૉંગ્રેસ જિલ્લા પંચાયતનું ફરી એક વખત સુકાન સંભાળશે તેવા દાવા કરી રહ્યું છે.

2021ના વર્ષમાં આ દિવસોમાં બેંકો રહેશે બંધ- જાણી લો આખી યાદી



વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો રોષ તેમજ પાટીદાર અનામત આંદોલને પરિણામોમાં ભાગ ભજવ્યો હતો. હવે 5 વર્ષ બાદ પરિસ્થિતિ બદલાઈ છે. હાલ ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જરૂર છે, પરંતુ અનામત આંદોલનનો જે પવન 2015માં હતો તે હવે રાજકોટ સહિત રાજ્યભરમાં ક્યાંય જોવા નથી મળી રહ્યો. બીજી તરફ વર્ષ 2015 કરતાં ભાજપની સ્થિતિ રાજકોટ જિલ્લામાં હાલ મજબૂત જોવા મળી રહી છે. વર્ષ 2015ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કૉંગ્રેસમાં હતા.

બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લા પંચાયત પર સાશન કરનાર પૂર્વ પ્રમુખ અર્જુન ખાટરીયાનું કહેવું છે કે, જિલ્લા પંચાયતમાં ફરી એક વખત કૉંગ્રેસના પંજાનો કબજો યથાવત્ રહેશે. વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે રાજકોટ જિલ્લામાં પવન કૉંગ્રેસ તરફી હતો. પરિવર્તન એ સંસારનો નિયમ છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પરિવર્તનની લહેર ઉઠે છે કે પછી પુનરાવર્તનની લહેર તે જોવું મહત્ત્વનું રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:December 24, 2020, 17:13 pm