રાજકોટ: જિલ્લા ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, કૉંગ્રેસમાંથી આવનારા નિલેશ વિરાણીને ટિકિટ

રાજકોટ: જિલ્લા ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, કૉંગ્રેસમાંથી આવનારા નિલેશ વિરાણીને ટિકિટ
(ભુપત બોદર, નિલેશ વિરાણી)

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં રાજકોટ શહેરના પૂર્વ નગરસેવક ભુપત બોદરને પણ ટિકિટ આપવામાં આવી છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot district panchayat)ની 36 સીટ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની યાદી (Candidates list) જાહેર કરવામાં આવી છે. ગુરૂવારના રોજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા (Mansukhbhai Khachariya)એ 36 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં કૉંગ્રેસમાં બળવો કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવનારા નિલેશ વિરાણી (Nilesh Virani)ને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં કૉંગ્રેસ પક્ષે (Congress Party) 36 બેઠક પૈકી 34 બેઠક મેળવતા જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસનું શાસન આવ્યું હતું. શાસનમાં આવેલા કૉંગ્રેસ પક્ષની બોડીમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિલેશ વિરાણીની વરણી કરવામાં આવી હતી.

રાજકોટના પૂર્વ નગરસેવક ભુપત બોદરને મળી ટિકિટભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં રાજકોટ શહેરના પૂર્વ નગરસેવક ભુપત બોદરને પણ ટિકિટ આપવામાં આવી છે. કસ્તુરબાધામ સીટ પરથી ભુપત બોદરને ટિકિટ આપવામાં આવી છે. આગામી સમયમાં ભાજપનું શાસન જિલ્લા પંચાયતમાં આવશે ત્યારે ભુપત બોદરને જિલ્લા પંચાયત પ્રમુખ અથવા તો કારોબારી સમિતિના ચેરમેન પદ મળવાનું અત્યારથી જ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: 'હિતેન્દ્ર મારા મરવાનું કારણ,' સાથળ પર સુસાઇડ નોટ લખીને ડૉક્ટર પત્નીનો આપઘાત 

જીલ્લા પંચાયતની બેઠક અને ઉમેદવારનું નામ

>> આણંદપર- પૂજાબેન દેવજીભાઈ કોરડીયા
>> આટકોટ-  દક્ષાબેન પરેશભાઈ રાદડીયા
>> બેડી- સુમિતાબેન રાજેશભાઈ ચાવડા
>> બેડલા- સવિતાબેન ભરતભાઈ ગોહેલ
>> ભાડલા- મુકેશભાઈ નાથાભાઈ મેર
>> ભડલી- વાલીબેન કાળુભાઈ તલાવડીયા
>> બોરડી- ભૂપતભાઈ કડવા ભાઈ સોલંકી
ચરખડી- અમૃતભાઇ મકવાણા
>> દડવી- કંચનબેન બગડા
>> દેરડી-  રાજેશભાઈ ડાંગર
>> ડુમીયાણી- જાહી બેન સુવા
>> જામકંડોરણા- જ્યોત્સનાબેન પાનસુરીયા
>> કમળાપુર- રામભાઈ સાકરીયા
>> કસ્તુરબાધામ- ભુપત બોદર
>> કોલીથડ- સહદેવસિંહ જાડેજા
>> કોલકી- જેન્તીભાઈ બરોચિયા
>> કોટડા સાંગાણી- શૈલેષભાઈ વઘાસિયા
>> કુવાડવા- પ્રવિણાબેન રંગાણી
>> લોધીકા- મોહનભાઈ દાફડા
>> મોટીમારડ- વિરલભાઇ પનારા
>> મોવિયા- લીલાવંતીબેન ઠુંમર
>> પડધરી- મનોજભાઈ પેઢડિયા
>> મોટી પાનેલી- જયશ્રીબેન ગેડીયા
>> પારડી- અલ્પાબેન તોગડીયા
>> પેઢલા- ભાવનાબેન બાંભરોલીયા
>> પીપરડી સવિતાબેન વાછાણી
>> સાણથલી- નિર્મળાબેન ભુવા
>> સરપદળ- સુમાબેન લુણાગરિયા
>> સરધાર- નિલેશ વિરાણી

આ પણ વાંચો: સુરતમાં 'લીડર' બનવા માંગતા કરણ પર હુમલો: સોનુ, ભુરિયો અને છોટુ તલવાર લઈને તૂટી પડ્યાં 

>> શિવરાજગઢ- શૈલેષભાઈ ડોબરીયા
>> શિવરાજપુર- હિંમતભાઈ ડાભી
>> સુપેડી- ભાનુબેન બાબરીયા
>> થાણાગાલોળ- પ્રવીણભાઈ ક્યાડા
>> વેરાવળ- ગીતાબેન ટીલાળા
>> વિંછીયા- નીતિનભાઈ રોજાસરા
>> વીરપુર- અશ્વિનાબેન ડોબરીયા
Published by:Vinod Zankhaliya
First published:February 11, 2021, 12:40 pm

ટૉપ ન્યૂઝ