Coronavirus Awareness : કોરોના વાયરસ અંગે જાગૃતિ માટે કીર્તિદાન ગઢવીએ ગાયું ગીત

Coronavirus Awareness : કોરોના વાયરસ અંગે જાગૃતિ માટે કીર્તિદાન ગઢવીએ ગાયું ગીત
કીર્તિદાન ગઢવી.

જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ કોરોના વાયરસ મામલે જાગૃતિ ફેલાવવા કોરોનાની હુંડી બનાવી.

  • Share this:
રાજકોટ : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. દિવસેને દિવસે કોરોના વાયરસના પૉઝિટિવ (Coronavirus Positive Cases in India) કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં મંગળવાર સુધી કોરોનાને કારણે મૃત્યાંક ત્રણ પર પહોંચ્યો છે. કોરોના વાયરસના કારણે ગુજરાત તેમજ ભારતીયોમાં જાગૃતતા આવે તે માટે જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી (Gujarati Folk Singer Kirtidan Gadhvi)એ કોરોના વાયરસની હુંડી (Coronavirus Song) તૈયાર કરવામાં આવી છે.

હાલ કીર્તિદાન ગઢવી દ્વારા ગાવામાં આવેલ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઈ જ્યારે સરકાર જન જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે ત્યારે એક કલાકાર તરીકે મારી પણ ફરજ બને છે કે હું કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવું.



આ દરમિયાન કોરોના વાયરસને કારણે પોતાની અમેરિકાની ટ્રીપ કેન્સલ થવા મામલે કીર્તિદાને જણાવ્યું હતું કે, "હું અમેરિકાના પ્રવાસે ગયો હોત તો આ પ્રકારનું કોરોના વાયરસને લઈ જે ગીત બનાવ્યું છે તે ન બનાવી શક્યો હોત. ટૂર કેન્સલ થવાના કારણે હું મારા પરિવારને પૂરતો સમય આપી રહ્યો છું. મારા પુત્ર રાગ સાથે હું શક્ય હોય એટલી વધારે મસ્તી કરી રહ્યો છું. હું મારા પરિવારને સમય આપી રહ્યો છું તેનાથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે."



કોરોના વાયરસની હુંડી

કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના જટ ભાગે

 

રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે
અરે હાથ મિલાવવાનું છોડો બધા, છીંક આડો રાખો રૂમાલ
મોઢું હાથને જો ધોયા કરો, તો જ અટકશે આ ધમાલ
છોડો જાહેર મેળાવડા, અને હિંમતની પ્રગટાવો મશાલ
અફવાઓથી વાલા તમે આઘા રહો, આમ સાવચેતી સૌથી મોટી ઢાલ
માંસ-મટન નવ રાંધે, માસ્ક બાંધી તો કોરોના જટ ભાગે
રાખો કાળજીને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે
ગળું સુકાય અને શરદી થાય, અને ખાંસી આવે બહુ ભારી
શાકાહરી જો સૌ કોઈ બને, તો ટળશે દુનિયામાંથી મહામારી
અરે હવાથી આ ફેલાતો નથી, અને ગરમીમાં ટકે નહીં સાવ
અરે ચાઇનાનો રોગ જાજો ટકે નહીં, તમે બિલકુલ ન ગભરાવ
ગરમ પાણીના કોગળાથી ભાગે, કોરોના જટ ભાગે
માંગે માંગે ઇ કાળજી માંગે એ કોરોના જટ ભાગે.
First published:March 17, 2020, 12:38 pm

ટૉપ ન્યૂઝ