ખેડૂતોને ડીસેમ્બરમાં એક મણ ડુંગળીનાં બે હજાર મળતા તેના આજે 400 રૂ. મળી રહ્યાં છે


Updated: February 11, 2020, 1:21 PM IST
ખેડૂતોને ડીસેમ્બરમાં એક મણ ડુંગળીનાં બે હજાર મળતા તેના આજે 400 રૂ. મળી રહ્યાં છે
સૌરાષ્ટ્રમાં ડુંગળીની મબલક ઉત્પાદન થતા સૌરાષ્ટ્રનાં રાજકોટ, ગોંડલ, મહુવા સહિતનાં યાર્ડોમાં ભરચક ડુંગળીની આવક નોંધાઈ હતી.

સૌરાષ્ટ્રમાં ડુંગળીની મબલક ઉત્પાદન થતા સૌરાષ્ટ્રનાં રાજકોટ, ગોંડલ, મહુવા સહિતનાં યાર્ડોમાં ભરચક ડુંગળીની આવક નોંધાઈ હતી.

  • Share this:
રાજકોટ : એક સમય હતો કે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઇ હતી. ગુજરાત બહારનાં વેપારીઓ પણ ગોંડલ યાર્ડ ખાતે ડુંગળીની ખરીદી કરવા આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ડુંગળીની મબલક ઉત્પાદન થતા સૌરાષ્ટ્રનાં રાજકોટ, ગોંડલ, મહુવા સહિતનાં યાર્ડોમાં ભરચક ડુંગળીની આવક નોંધાઈ હતી.

શરુવાતમાં આ ડુંગળીના ભાવો ખૂબ વધ્યા હતા. અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે નાસિક સહિત મહારાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળીની આવક બંધ હતી. જોકે, આ વર્ષે ડુંગળીનાં બમ્પર ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે મહારાષ્ટ્રનાં નાસિક અને સૌરાષ્ટ્રનાં મહુવા સહિતના યાર્ડોમાં આવક વધવા લાગતાની સાથેજ મંદીના મંડાણ થઇ ગયા છે. રાજકોટ યાર્ડમાં 20 કિલોનાં ભાવમાં સતત ઘટતા ખેડૂતોને કિલોના ભાવ માંડ 10થી 15 રૂપિયા ઉપજી રહ્યાં છે.

આ પણ વાંચો : પરેશ ધાનાણીનો વાંઢાઓના લગ્નનો અકસીર ઇલાજ સૂચવતો વીડિયો વાયરલ, તમે જોયો કે નહીં?

જોકે, આજ ડુંગળી હોલસેલ માં 15 રૂપિયે મળતી હોવા છતાં માર્કેટમાં 40થી 50 રૂપિયે કિલો ભાવે વેચાઈ રહી છે. રાજ્યમાં ગત વર્ષે 28,647 હેકટરમાં વાવેતર થયું હતું. તે 2019ના વર્ષમાં 42,343 હેકટરમાં થતા ડુંગળીનું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે. મહારાષ્ટ્રનાં નાસિકમાં આવેલા લાસણગાવ માર્કેટ યાર્ડમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેપારમાં સમગ્ર અગ્રેસર છે. ત્યાં આવકનું દબાણ વધવા લગતા 30થી 35 હજાર બોરીઓ પહોંચી છે. જયારે ગુજરાતનાં મહુવા યાર્ડમાં 24 હજાર બોરીઓની આવક હતી. ડુંગળીઓની હરાજી થતા યાર્ડમાં ખેડૂતોને 20 કિલોના ભાવ કોલેટી વાઈઝ 83થી 446 રૂપિયા મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં સારી ક્વોલેટીનાં 351 રૂપિયા જયારે મધ્યમ ડુંગળીના 200 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે.
આ પણ વાંચો : 
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर