સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય ખૂબ ઓછી : હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: November 24, 2019, 2:45 PM IST

ખેડૂતોનાં અધિકાર માટે ગુજરાત કોંગ્રેસે આજે ઉપલેટાનાં બાવલા ચોક ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
અંકિત પોપટ, ઉપલેટા : ગુજરાત કોંગ્રેસે આજે ઉપલેટાનાં બાવલા ચોક ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂતોને તાત્કાલિક પુરેપુરો પાક વીમો આપો, દેવું માફ કરવું સહિત કિસાનોને લગતા પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. કોંગ્રેસનાં પ્રચારક હાર્દિક પટેલે સરકાર પર અનેક પ્રહાર કર્યા હતાં. હાર્દિક પટેલની હાજરીમાં ઉપલેટામાં પ્રતિક ઉપવાસ અને ખેડૂતો અધિકાર માટેની સરકાર સામેની લડત માટે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યક્રમમાં ખેડૂતો સહિત કોંગ્રેસનાં નેતાઓની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ સાથે કોંગ્રેસનાં લલિત વસોયા પણ હાજર હતાં.

'ખેડૂતો ખુશ થાય તેવા કોંગ્રેસનાં પ્રયાસો'

હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, 'વરસાદતો આખા રાજ્યમાં વરસાદ પડ્યો છે, સરકારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પેકેજની જાહેરાત કરી છે. ત્યારે ધોરાજીમાં જાહેરાત કરી પરંતુ ઉપલેટામાં ના કરી, પડધરીમાં સૌથી વધુ નુકસાન છે ત્યાં જાહેરાત નથી કરી. જેનાથી વાત સ્પષ્ટ થાય છે કે, ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ સરકાર તે સ્વીકારવા માટે તૈયાર નથી. આટલું બધું છે, પાકવીમા ભરાયા છે તો પણ વીમા કંપનીઓ સહાયની જાહેરાત નથી કરતી રાજ્ય સરકાર કરે છે. આ આખી વાત ખેડૂોતોની છે તો સહાયની જાહેરાત કૃષી મંત્રીએ કરવી જોઇએ ત્યારે નાણાંમંત્રી અને શહેરી વિકાસ મંત્રી કરે છે. આનાથી સ્પષ્ટ થા છે કે આ બધું સરકારની મીલીભગત છે. ખેડૂતોનાં હજારો કરોડ રૂપિયા વીમા કંપની સરકારને ચૂંટણી ફંડ કે દાન તરીકે આપી દે છે. તેમાંથી 10 હજાર કરોડ આપી દીધા અને તેમાંથી તેઓ ખેડૂતોને ચાર હજાર કરોડ રૂપિયા આપી દેશે. એટલે 6 હજાર કરોડ રૂપિયાનો ગફલો ભાજપ સરકાર કરી રહી છે. આવા સમયે અમારી લડાઇ ખેડૂતોનાં સન્માન માટેની છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ખેડૂતો કઇ રીતે સુખી થાય તે માટેનો અમારો પ્રયાસ છે.'

આ પણ વાંચો : રાજ્યના ખેડૂતો માટે રૂ. 3795 કરોડની સહાય જાહેર, દરેક ખેડૂતનાં ખાતામાં ઓછામાં ઓછા 4 હજાર રૂપિયા આવશે

'ખેડૂતોનાં હાથમાં આવે તે રીતે પૈસા આપો'

હાર્દિકે આગળ જણાવતા કહ્યું કે, 'સરકારને આગામી સમયમાં આવેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં લાભ થાય તે માટે તો તેમણે ખેડૂતો માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. પરંતુ સરકારે કોઇ જ આયોજન વગર મન ફાવે તેમ જાહેરાત કરી દીધી છે. ખેડૂતોનાં હાથમાં આવે તે રીતે પૈસા આપો. જો આવુંને આવું રહેશે તો ગામમાં સરકારનાં માણસોને કોઇ ઘૂસવા નહીં દે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે 144ની કલમ સરકાર માટે લાગી જશે.'મહત્વની વાત એ છે કે, ઉપલેટાનાં બાવલા ચોક ખાતે રવિવારે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ યોજાવવાનાં છે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે અધિકાર સંમેલનનું આયોજન થયું છે. જેમાં ખેડૂતોને તાત્કાલિક સંપૂર્ણ પાક વીમો અને ખેડૂતોનું કરજ માફ કરવું સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.

 
First published: November 24, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading