રાજ્યસભા અને પેટા ચૂંટણી માટે કૉંગ્રેસનું 'સૌરાષ્ટ્ર' બચાવો મિશન


Updated: June 6, 2020, 3:04 PM IST
રાજ્યસભા અને પેટા ચૂંટણી માટે કૉંગ્રેસનું 'સૌરાષ્ટ્ર' બચાવો મિશન
ફાઇલ તસવીર

સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે

  • Share this:
રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હજી કૉંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ધારાસભ્યોને રાજીનામા આપતા રોકવાની રણનીતિ ઘડી રહી છે. પોતાના ધારાસભ્યોને બચાવવાના કામે લાગેલી કોંગ્રેસમાં હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. હવે પોતાના 65 ધારાસભ્યોને કેવી રીતે બચાવી શકશે જેથી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી શકાય તે લક્ષ્યાંક સાથે કૉંગ્રેસના ટોચના નેતાઓ કામે લાગી ગયા છે. આવામાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને બચાવવા મિટિંગનો ધમધમાટ શરૂ કરાયો છે.

નિલસીટી રિસોર્ટ ખાતે સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, અને મોહમદ પીરજાદા ગઇકાલે રાત્રિના સમયે જ પહોંચી ગયા છે. તો અન્ય ધારાસભ્યો આજના દિવસે રાજકોટ પહોંચશે.

સૌરાષ્ટ્રમાં આંકડા પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 47 બેઠક છે, જે પૈકી 23 બેઠક ભાજપ પાસે, 1 બેઠક NCP પાસે અને 18 બેઠક કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ પાસે હાલમાં કુલ 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 65 માંથી 18 ધારાસભ્ય સૌરાષ્ટ્રના છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં લીંબડી, મોરબી, દ્વારકા, ધારી અને ગઢડામાં મળી કુલ 5 બેઠક ખાલી છે. આવામાં કોંગ્રેસના મોવડી મંડળ માટે સૌરાષ્ટ્ર પર ફોકસ કરવું જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો- શ્રોતા વિનાની રામકથા : મોરારિ બાપુ નવ દિવસ 'લાઇવ કથા' કહેશે, જાણો ક્યાંથી સાંભળી શકાશે

સૌરાષ્ટ્ર કૉંગ્રેસના 18 ધારાસભ્યોના નામ 

પડધરી ટંકારા - લલિત કગથરાધોરાજી ઉપલેટા - લલિત વસોયા

વાંકાનેર - મોહમદ પીરજાદા

અમરેલી - પરેશ ધાનાણી

સાવરકુંડલા - પ્રતાપ દુધાત

રાજુલા - અમરીશ ડેર

લાઠી - વિરજી ઠુમર

જામ જોધપુર - ચિરાગ કાલરીયા

કાલાવડ - પ્રવીણ મૂછડીયા

જામ ખંભાળીયા - વિક્રમ માડમ

જૂનાગઢ - ભીખાભાઈ જોશી

વિસાવદર - હર્ષદ રિબડીયા

માંગરોળ - બાબુભાઇ વાજા

ચોટીલા - ઋત્વિજ મકવાણા

ઉના - પુંજા વંશ

સોમનાથ - વિમલ ચુડાસામા

તાલાળા - ભગવનભાઈ બારડ

કોડીનાર - મોહનભાઇ વાળા

આ પણ જુઓ - 
First published: June 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading