'હરેન પંડ્યાનો હત્યારો સફેદ દાઢીવાળો, કુંવરજી કાકા કંસ': કોંગ્રેસના નેતાઓના શાબ્દિક પ્રહાર

News18 Gujarati
Updated: November 5, 2018, 7:34 AM IST
'હરેન પંડ્યાનો હત્યારો સફેદ દાઢીવાળો, કુંવરજી કાકા કંસ': કોંગ્રેસના નેતાઓના શાબ્દિક પ્રહાર

  • Share this:
જસદણ-વીંછિયા કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયું હતું. જેમા અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે વિવાદીત નિવેદન આપતા જણાવ્યું હતું કે, હરેન પંડ્યાનો હત્યારો આ સફેદ દાઢીવાળો છે, જેની જાહેરમાં ચેલેન્જ કરૂ છું. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કુંવરજી બાવળિયાને કાકા કંસ કહીને સંબોધન કર્યું હતું.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મતનું દાન કરજો વેચાણ નહીં, કુંવરજીને કાકા કંસની ઉપમાં આપી કહ્યું હતું કે, કાકા કંસને કેબિનેટ મંત્રીની લાળ લાગી એટલે કોંગ્રેસ સાથે ગદારી કરી છે અને કમળની કંઠી બાંધી છે. જસદણ અને વીંછિયાના કાર્યકર્તાઓએ આવી કંઠી બાંધવાની નથી. 7 ડિસેમ્બરે મતદાન કરવાનું થશે. કાકા કંસને ભગા ભરવાડ જેવું થાય તો પહેલા જસદણ પાછા લઇ આવજો. કેબિનેટ મંત્રી તરીકે હવે તે અલ્પકાલિન છે. ભાજપની સરકાર ગાંધીનગરથી રીમોટ પર ચાલતી સરકાર છે. કાકા કંસે જસદણ તાલુકાને અછતગ્રસ્ત કેમ કરી શક્યા નહીં. ખેડૂતોનું પ્રિમયમ વસૂલે છે અને તે પાછું ખાનગી કંપનીઓને આપે છે. ખેડૂતોના દેવા ક્યારે માફ કરશો. ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો તેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીથી અત્યાર સુધી હંમેશા આ વિસ્તારમાં પંજો જ રહ્યો છે. આ ચૂંટણી વ્યક્તિને ચૂંટવાની ચૂંટણી નથી. પણ કોંગ્રેસની વિચારધારાને ચૂંટવાની ચૂંટણી છે. 2014ની ચૂંટણીમાં ભાજપે જે વચનો આપ્યા તે હજી સુધી પૂરા નથી કર્યા. ભાજપ સરકાર પાસે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના પૈસા છે પણ ખેડૂતોના દેવા માફ કરવાના પૈસા નથી.
First published: November 4, 2018, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading