2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નારાજગી પાર્ટી માટે ખતરાની ઘંટી સમાન છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાએ ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વીકાર્યું કે તેઓ પાર્ટીમાં અવગણનાથી નારાજ છે. પોતાની નારાજગી દૂર કરવા માટે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
જે વાત અત્યારસુધી કુંવરજી બાવળીયા ખુલીને કહેતા ન હતા. જે વાતનો અત્યારસુધી સ્વિકાર કરતા ન હતા એ કુંવરજી બાવળીયા હવે કોંગ્રેસ માટે બાવળ બનીને બેઠા થયા છે. news 18 ગુજરાતી પર કુંવરજી બાવળીયાએ કોંગ્રેસથી નારાજ હોવાની વાત ખુલીને સ્વીકારી અને કહ્યું કે પક્ષમાં અવગણના થાય તો નારાજગી ચોક્કસ અનુભવાય. જે પક્ષ માટે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું તે પક્ષ જે જવાબદારી સોંપે તે વાતને તો સમજ્યા પણ જ્યારે અવગણના સામે આવે ત્યારે દુખ થાય.
કુંવરજીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અત્યારસુધી પક્ષ માટે કામ કર્યું છે પણ જ્યારે અવગણના અનુભવાય એટલે નારાજગીનો અહેસાસ થાય. જસદણમાં કોંગ્રેસનો ગઢ ગણવામા આવે છે. મોદી લહેર હોવા છતા અહીં કોળી નેતા કુંવરજીભાઇ બાવળિયાનો દબદબો રહ્યો છે. પાર્ટીના સિનિયર નેતા પણ ગણવામા આવે છે. જો કે તેના સિનિયર પદનો યોગ્ય ઉપયોગ નથી થતો તેની અવગણના થઇ રહી હોય તેવું લાગે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર