શું બધા ખેડૂતો મરશે પછી સરકાર પાક વીમો આપશે? : હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: November 13, 2019, 2:15 PM IST
શું બધા ખેડૂતો મરશે પછી સરકાર પાક વીમો આપશે? : હાર્દિક પટેલ
હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ પર

રાજ્યમાં કમૌસમી વરસાદના લીધે ખેડુતોના પાકને થયેલા નુકસાન અંગે સરકાર અને વિમા કંપનીઓ પાસે વળતરની માંગ સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે બાંયો ચઠાવી છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજ્યમાં (Gujarat) કમૌસમી વરસાદના લીધે ખેડુતોના પાકને થયેલા નુકસાન અંગે સરકાર અને વીમા કંપનીઓ પાસે વળતરની માંગ સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Hardik Patel) બાંયો ચઠાવી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ના મોવૈયા ગામે હાર્દિક પટેલે ખેડૂતલક્ષી આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતોને આ તમામ રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિ છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય પાક્યો હોવાનુ જણાવી ખેડુતોને એક થવા માટે હાંકલ કરતી પોસ્ટ સોશિય મીડિયા પર શેર કરી હતી. હાર્દિક પટેલને ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ ટેકો આપ્યો છે.

'છેલ્લા ચાર દિવસમાં ચાર ખેડૂતોએ આપઘાત કર્યો'

પ્રતિક ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તે સામે પાક વીમો આપો. ખેડૂતો પાસેથી રુપિયા લઇ લીધા તો તેમને અધિકાર શા માટે નથી આપવામાં આવતો. છેલ્લા ચાર દિવસમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે, ક્યાં સુધી ખેડૂતો મરતા રહેશે. સરકાર શું કરે છે. ખેડૂતોનાં બધા પાક નષ્ટ પામ્યા છે. સરકાર ક્યાં સુધી ધ્યાન નહીં આપે. શું બધા ખેડૂતો મરી જશે પછી પાકવીમો આપશે. રાજકોટમાં ખેડૂતો પાસેથી લીધેલી 2 કરોડ રૂપિયા મગફળી બગડી ગઇ આમા દોષિત કોઇ છે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતોની આ હાલત છે. ગાંધીનગરમાં ગાંધી વગરનું નગર બની ગયું છે એટલે ખેડૂતો આટલા દુખી છે.'

આ પણ વાંચો : શું પ્રશાંત કિશોરે શિવસેનાને CMની ખુરશીનું સપનું દેખાડ્યું હતું?

'ખેડૂતો સાથે જે હશે અમે તેમની બાજુ છીએ'

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ હાર્દિક પટેલનાં આંદોલનને ટેકો આપ્યો છે. રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સંખ્યાએ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'સરકાર વાયદા નહીં પરંતુ તાયફા કરે છે. સરકારની કોઇપણ સ્કીમ ખેડૂત માટે કરે તેની અમે પ્રસંશા કરતા નથી કારણ કે ખેડૂતોની થાળીમાં કંઇ આવે નહીં ત્યાં સુધી અમે માનીએ નહીં. સરકારનાં નીતિનિયમ પ્રમાણે જે પણ થતું હોય તેટલી સહાય સરકાર કરે તોપણ બહું છે. 'કિસાન સંઘનાં દિલીપ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 'પડધરી તાલુકાનાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે બે વર્ષથી પડધરી તાલુકાના મોટાભાગના ખેડૂતોને પાક વીમા મળ્યો નથી. ગત વર્ષે પણ મગફળીનો વીમો ઝીરો ટકા મળ્યો હતો. જોકે, સરકાર દ્વારા પડધરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો આમ વીમા કંપનીની બેધારી નીતિના કારણે ખેડૂતો પાયમાલ થયા છે.'

First published: November 13, 2019, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading