રાજકોટમાં શરૂ થઇ 'વાઉ' બસ: બાળકો માટેની આ બસમાં શું હશે ?

ઉત્તરાયણના પાવન પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પરથી સીધા વાઉ બસને નિહાળવા માટે પહોંચ્યા હતા

News18 Gujarati
Updated: January 14, 2019, 5:11 PM IST
રાજકોટમાં શરૂ થઇ 'વાઉ' બસ: બાળકો માટેની આ બસમાં શું હશે ?
ઉત્તરાયણનાં દિવસે વાઉ બસ લોન્ચ કરવામાં આવી.
News18 Gujarati
Updated: January 14, 2019, 5:11 PM IST
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાનાં ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે વાઉ બસને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવતર પહેલરૂપ વાઉ બસ, રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં વસતા શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ફરવાની છે.

ઉત્તરાયણના પાવન પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પરથી સીધા વાઉ બસને નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રિબિન કાપી હતી અને બાદમાં વાઉ બસમાં શિક્ષણ માટે રાખવામાં આવેલી સુવિધાઓને નિહાળી હતી.

આ પછી મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ ૧૧ બાળકોને વાઉ કિટ્સ આપી હતી. આ કિટ્સમાં શિક્ષણને લગતા સાધનો રાખવામાં આવ્યા હતા. જે બાળકોને ભણવા માટે ઉપયોગી નિવડે એવા છે.

શું છે વાઉ બસ ?

સ્વાંત સુખાય યોજના હેઠળ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. સાથે, સરકારની વિવિધ પ્રકારની યોજના અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વાંત સુખાય યોજના હેઠળ ડો. રાહુલ ગુપ્તા, કલેક્ટર-રાજકોટ દ્વારા WoW પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સર્વેના આધારે પસંદ કરવામાં આવેલા વિસ્તારોના પરિવારો અને તેના બાળકો માટે wisdom on wheels (WoW) રૂપે નવતર અભિયાન હાથ ધરવામાં આવશે.
Loading...

કેવી રીતે કામ કરશે વાઉ બસ ?

WoW પ્રોજેક્ટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે. સાથે, બાળકના વાલીઓને પાંચ ઉમદા વિષય (૧) શિક્ષણ, (૨) સ્વાસ્થ્ય, (૩) કૌશલ્ય નિર્માણ, (૪) સ્વચ્છતા અને (૫) સામાજિક જાગૃતિ અંગે ICE (Information, Communication and Education) પ્રવૃત્તિ કરાવવામાં આવશે. સમયાંતરે શેરીનાટકોના પ્રયોગ પણ કરવામાં આવશે. બાળકોને તારામંડળની પણ માહિતી આપવામાં આવશે.

વાઉ બસમાં શું છે સુવિધા ?

WoW પ્રોજેક્ટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે. બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેક્ટર, પાંચ લેપટોપ અને એક પીસી, આર્ટસ અને ક્રાફ્ટ્સના સાધનો, વોશબેઝીન, પ્રાથમિક સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મિટિંગ કરી શકાય એ માટે એક ફોલ્ડિંગ શેડ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી પ્રોજેક્ટર ઉપર વિવિધ વિષયોની જ્ઞાનવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.
First published: January 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...