Home /News /kutchh-saurastra /

Board Exam : રાજકોટમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ નાકમાં નળી અને પગમાં પાટા સાથે બોર્ડની પરીક્ષા આપી

Board Exam : રાજકોટમાં ધોરણ-10ના વિદ્યાર્થીએ નાકમાં નળી અને પગમાં પાટા સાથે બોર્ડની પરીક્ષા આપી

પરીક્ષા આપી રહેલો અભય.

અભયના જડબાનું ઓપરેશન કરી હાડકું કાઢી નખાયું છે, માતાપિતાએ ડ્રોપ લેવાનું કહેવા છતાં અભય હિંમત સાથે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે.

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની  (GSEB Std 10 and 12 Exam) પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર-જિલ્લાના 1,04,229 પરીક્ષાર્થીઓ પરીક્ષા (Board Exam)આપશે. રાજકોટ શહેર-જિલ્લાના ધોરણ 10 ના 54,579 પરીક્ષાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 31,077 જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9480 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. રાજકોટ જિલ્લા (Rajkot District) ના 383 બિલ્ડિંગના 3653 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના વિરાણી હાઇસ્કૂલ  (Rajkot Virani High School )ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું કેન્દ્ર (Board Exam Center) ફાળવવામાં આવ્યું છે.

અહીંની મુલાકાત દરમિયાન એક વિદ્યાર્થી પગમાં પાટા અને નાકમાં નળી સાથે પરીક્ષા આપી રહ્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં વિદ્યાર્થીએ પોતાનું નામ અભય હોવાનું જણાવ્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે મારા પિતા બેંકમાં પટાવાળાની નોકરી કરે છે. અભયના પિતા શૈલેષ ગોંડલીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 21 તારીખના રોજ અભયને મોઢાના ભાગે દુઃખાવો ઉપડતા અમે તેને તબીબ પાસે લઈ ગયા હતા. પરીક્ષણ બાદ તબીબોએ જણાવ્યું હતું કે અભયને મોઢાના ભાગમાં ઊંધી દાઢ બેસી ગઈ છે જેના કારણે જડબામાં સડો પણ વધી ગયો છે. આ કારણે તેનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું જરૂરી હતું.

આ પણ વાંચો : કોમી એખલાસ : બોર્ડની પરીક્ષામાં બીમારીથી પીડાતી હિન્દુ છાત્રાનો રાઇટર બન્યો મુસ્લિમ વિદ્યાર્થી

પરિવારજનોની પરવાનગી બાદ અભયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને અભયના જડબામાં રહેલું હાડકું કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે તેના પગમાં રહેલું વધારાનું હાડકું જડબામાં નાખવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા પણ નજીક આવતાં મારા પુત્રને આ વખતે પરીક્ષામાં ડ્રોપ લેવાનું કહ્યું હતું પરંતુ તેને કોઈ પણ ભોગે પરીક્ષા આપવી જ છે હતી.

આ પણ વાંચો : નર્મદા : ધો.10ની પરીક્ષા આપવા જતી વખતે બાઇક સ્લીપ થતા વિદ્યાર્થીનું મોત, એક ઘાયલ

અભયના પિતાએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકોને હિંમત આપતા હોય છે પરંતુ અમારા આ કેસમાં મારા બાળકે મને હિંમત આપી છે. આપણે ત્યાં એક કહેવત પણ છે કે જો આત્મવિશ્વાસ હોય તો પાંગળો પણ પર્વત ઓળંગી શકે છે. રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં આ જ પ્રકારનો એક ઉત્સાહ જોવા મળ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: GSEB, છાત્ર, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन