ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં નિખિલ દોંગાની ગેંગના ચાર સામે પ્રથમ ગુનો નોંધાયો

ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં નિખિલ દોંગાની ગેંગના ચાર સામે પ્રથમ ગુનો નોંધાયો
પ્રતિકાત્મક તસવીર

ભુમાફિયાઓ વિરુદ્ધના આ કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ શહેર અને જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભુમાફિયાઓ દ્વારા સામાન્ય નિર્દોષ લોકો અને ખેડૂતોની જમીન, મિલકત કે ખેતર પચાવી પાડવાન અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. લોકોને ખોટા દસ્તાવેજ કરી દેવા અથવા સીધી જ જમીન વહેંચી નાખવી, જમીન કે ખેતર કબ્જે કરી લેવા સહિતના અનેક ગુનાઓ સામે આવ્યા છે. જે બાદ હવે સરકાર દ્વારા આવા ભુમાફિયાઓને જેલ ભેગા કરવા ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. ભુમાફિયાઓ વિરુદ્ધના આ કાયદા હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એન્ટી લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ રાજકોટ જીલ્લામાં પ્રથમ ગુનો દાખલ થયો છે.

કોની પર નોંધાયો ગુનોગુજસીટોક હેઠળ જેની સામે અગાઉ ગુનો નોંધાયો હતો તે નિખીલ દોંગાની ગેંગના ચાર શખ્સો સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.  મૂળ ગોંડલના ચરખડીના વતની હાલ ગોડલ નારાયણ નગર પુનિતનગર શારદા સ્કૂલ પાસે રહેતાં ગજેન્દ્રભાઇ ઉર્ફ ગીજુભાઇ શીવાભાઇ સાંગાણી નામના ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે કાર્યાવહી કરી છે અને ગોંડલના કમલેશ રાજુભાઇ સિંધવ, નરેશ રાજુભાઇ સિંધવ, રમેશ રાજુભાઇ સિંધવ અને બચુ ગમારા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી) તથા ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સુરત: ન્યૂ યરની ઉજવણી કરવા પ્રેમી સાથે હોટલમાં રોકાયેલી યુવતીનાં ભેદી મોતમાં બાદ પરિવારે આંખોનું દાન કર્યું

કેમ નોંધાયો ગુનો

મળતી માહિતી પ્રમાણે, રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના ત્રણ ભાઈઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધીરુભાઈ ગમારા નામનો આરોપી ગોંડલ નગર પાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરે છે. ચાર આરોપીઓ પૈકી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત છે, નરેશ સિંધવ GUJCTOCના ગુનામાં હાલ જેલમાં છે. ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ કમલેશ સિંધવ અને નરેશ સિંધવ જેલમાં છે. આરોપી રમેશ સિંધવ અને ધીરુભાઈ ગમારા પોલીસના સકંજામાં છે. ફરિયાદી ગજેન્દ્ર સાંગાણી એ અલગ અલગ 40 અને 45 વિધાની બે જમીન ખરીદી કરી હતી. ફરિયાદીએ 2001માં 40 વિઘા જમીન વહેંચવા કાઢી હતી, 2014 સુધી રૂપિયા ન આપ્યા અને આરોપીઓ વચ્ચે આવી જમીન પડાવવાની કોશિશ કરી હતી.

ગુજરાત ATSના હાથે ઝડપાયેલા દાઉદના સાગરીતની તપાસમાં બહાર આવ્યું પાકિસ્તાન કનેક્શન

ફરિયાદમાં શું જણાવ્યું?

ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓએ ગુનાહિત કાવત્રુ ઘડી ફરિયાદીને વિશ્વાસમાં  લઇ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો અને સાહેદ ખેડૂતની વિરપુર સર્વે નં. ૫૬૦ની આશરે ૯૦ વિઘા પૈકી ૭૫ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઇ અવેજની પુરતી રકમ ચુકવી નહીં.તેમજ આ સર્વે નંબર પૈકી ફરિયાદીના નામે આવેલ ૧૦ વીઘા જમીન તથા તેના ખેડુતના નામે આવેલ ૫ વીઘા જમીનની ફરિયાદી તથા સાહેદોને ધાકધમકી આપી બળજબરીથી પચાવી લઇ તેમજ કમલેશ સિંધવે ફરિયાદીને પોતાના ફાર્મ હાઉસે બોલાવી બીજા ત્રણ સાથે મળી અપમાનીત કરી લાકડીથી પગની ઘુંટીએ માર મારી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. એસીપી જેતપુર વિશેષ તપાસ કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:January 03, 2021, 14:50 pm

ટૉપ ન્યૂઝ