તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર, પહેલીવાર સીંગતેલના ભાવમાં આટલો બધો થયો ઘટાડો

તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર, પહેલીવાર સીંગતેલના ભાવમાં આટલો બધો થયો ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે તહેવારો આવતાની સાથે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થતો હોય છે પરંતુ આ વખતે ઉંધુ થયું છે. ભાવ વધવાના બદલે ઘટ્યાં છે.

  • Share this:
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં (Saurashtra) સાતમ આઠમના તહેવારોનું અનેરું મહત્વ હોય છે. સાતમ આઠમની ઘરાકી ન નીકળતા તેલના ભાવમાં ઘટાડો થયો છે. તહેવારોમાં કોઈપણ તેલની ડિમાન્ડ નહીવત હોવાથી ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો પહેલા દર વર્ષે તેલના ભાવો વધે છે. પહેલીવાર તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે તહેવારો આવતાની સાથે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થતો હોય છે પરંતુ આ વખતે ઉંધુ થયું છે. ભાવ વધવાના બદલે ઘટ્યાં છે.

રાજકોટ (Rajkot) તહેવાર પહેલા (Festival) ગૃહિણીઓ માટે સારા સમાચાર કહી શકાય. એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં (groundnut oil rate) ડબે 30 રૂપિયાનો ઘટાડો થયો છે. તો એક અઠવાડિયામાં તેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલના ઘટીને ડબાનો ભાવ 2160થી 2190 થયો છે.રાજકોટમાં સીંગતેલના ડબાની ડિમાન્ડ 50 ટકા જેવી થતા ભાવ ઘટ્યા છે. એડીબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ શાહના જણાવ્યા મુજબ અમુક લોકોએ અગાઉ સ્ટોક કરી લીધો છે તો હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ઘરાકી ન હોવાથી કોમર્શિયલ ડિમાન્ડ પણ ઘટી છે સાથે નાફેડએ મગફળી પણ ઓછા ભાવે વેચવા માટે કાઢી છે.

આ પણ વાંચોઃ-પ્રથમ ગ્રાસે મક્ષિકા'! GTUની ઓનલાઈન પરીક્ષામાં ધબડકો, વિદ્યાર્થીઓનો ડેટા લીક થતાં તંત્ર થયું દોડતું

આ પણ વાંચોઃ-તમારા ફોન માટે છે ખતરનાક આ 29 એપ! Googleએ હટાવી તમે પણ ફટાફટ કરી દો Delete

આ પણ વાંચોઃ-સાજા થયેલા કોરોના દર્દીઓ સાવધાન! કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી રહે છે આ બીમારીનો ખતરો

બીજી બાજુ મગફળીના સારા ઉત્પાદનની આશાએ મગફળીના ભાવમાં થોડો ઘટાડો થયો છે જેની સિંગતેલના ભાવ પર અસર જોવા મળી છે. કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી માં લોકોમાં નિરુત્સાહ જોવા મળતા તેની અસરો તેલ બજાર પર જોવા મળી છે.

વીડિયોમાં જુઓ ગુજરાત સરકારે જાહેર કરીલે અનલોક-3ની ગાઈડલાઈનએક તરફ જોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કોરોનાના વધતા જતા કેસો ને લઈને લોકોના મનમાં હજી આગામી દિવસોમાં લોકડાઉન આવે તેવી માનસિકતા હોવાથી પણ લોકોએ તેલનો સ્ટોક કરી લીધો છે.
Published by:ankit patel
First published:July 30, 2020, 17:48 pm