રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ભરાવો, ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન

હરાજીમાં બે થી ત્રણ દિવસે વારો આવતો હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે

News18 Gujarati
Updated: October 10, 2019, 6:40 PM IST
રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ભરાવો, ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન
રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ભરાવો, ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન
News18 Gujarati
Updated: October 10, 2019, 6:40 PM IST
અંકિત પોપટ, રાજકોટ : પહેલી ઑકટોબર થી માર્કેટ યાર્ડમાં સતત મગફળીની આવક થઈ રહી છે. વરસાદ રોકાતા ખેડૂતોને રાહત શ્વાસ મળ્યો છે. જો કે આ વર્ષે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની મગફળીમાં મુંડાનો રોગ તેમજ ફુગ બેસી જવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માર્કેટ યાર્ડમા મગફળી વેચવા લાવી રહ્યા છે. જોકે તેઓની મગફળી હરાજીમા બે થી ત્રણ દિવસે વેચાઇ રહી છે. જેના કારણે તેમને રોજ પડતર પડયા રહેવાથી નુકસાન થઈ રહ્યુ છે.

જગતનો તાત પોતાની મહેનતથી પકવેલ પાક વેચવા યાર્ડમા આવે છે. પરંતુ જે રીતે યાર્ડમા એક સાથે મગફળીની આવક થઈ રહી છે તેના કારણે હરાજીમા તેમનો બે થી ત્રણ દિવસે વારો આવે છે. જેના કારણે તેમને પડતર પડયુ રહેવુ પડે છે. જેથી તેમને રોજના અઢી હજારથી લઈ 3 હજાર સુધીનુ નુકસાન વેઠવું પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે રહેતા જગદીશભાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના ગામના ખેડૂતો સાથે મગફળી વેચવા રાજકોટના માર્કેટ યાર્ડમા આવ્યા છે. મગફળીની સતત આવકના કારણે તેમના ગામના ખેડૂતો સાથે બે દિવસથી વારો નથી આવ્યો. જેના કારણે તેમની મગફળી વેચાઇ નથી. જેથી એક દિવસનુ મેટાડોરનુ ભાડુ 1500 રુપિયા, મજુરનો ખર્ચ તેમજ તેમનો પોતાનો રહેવા જમવાનો ખર્ચ 2500 થી લઈ 3000 સુધીનો થાય છે. એક તરફથી હલકી ગુણવતા વાળી મગફળી થતા ટેકાના ભાવ કરતા અડધા ભાવ મળી રહ્યા છે. તો બીજી તરફ પડતર પડયા રહેવાની ફરજ પડતા તેમના નુકશાનમાં વધારો થઈ રહ્યો છે

ત્યારે આવા જ કંઈક હાલ તેમના જ ગામમા રહેતા અન્ય ખેડૂત મનસુખભાઈના છે. મનસુખભાઈએ 20 દિવસ પહેલા ખેતરમાંથી મગફળી કાઢી હતી. જે બાદ સતત વરસાદ પડ્યો હતો. જેના કારણે મગફળી પલળી જતા પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મનસુખભાઈનું કહેવુ છે કે કુદરતી આફતના ભોગ બનેલા ખેડૂતોને સરકારે 100 ટકા પાકવીમો અપવાવવામા મદદ કરવી જોઈએ.

આમ, એક તરફથી ખેડૂતોને ટેકાના ભાવ કરતા અડધા ભાવ માર્કેટ યાર્ડમા મળી રહ્યા છે. બીજી તરફ મગફળીની સતત આવક થવાના કારણે હરાજીમા બે થી ત્રણ દિવસે વારો આવતા તેમને પડતર પડયા રહેવાનો વારો આવે છે. આમ, ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટુ વાગ્યા જેવી થઈ છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...