ગ્રાઉન્ડ રિપોર્ટ : રાજ્યનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો ત્યાં હાલ કેવી સ્થિતિ છે?


Updated: April 21, 2020, 3:42 PM IST
ગ્રાઉન્ડ રિપોર્ટ : રાજ્યનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો ત્યાં હાલ કેવી સ્થિતિ છે?
રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર.

રાજકોટમાં આરોગ્યની ટીમ તરફથી અત્યાર સુધી 1218 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી એકલા જંગલેશ્વર વિસ્તારમાંથી 487 સેમ્પલ લેવામાં આવ્યા.

  • Share this:
રાજકોટ : શહેરના જંગલેશ્વર (Rajkot Jangleshwar Area) વિસ્તારમાંથી રાજ્યનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case)સામે આવ્યો હતો. આ દર્દી હાલ સારવાર બાદ સાજો થઈ ગયો છે અને તેને હૉસ્પિટલ (Hospital)માંથી રજા પણ આપી દેવામાં આવી છે. કોરોના મામલે કોર્પોરેશનની કામગીરીની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના આરોગ્ય શાખાની (Health Department) કુલ 20 ટીમો દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલો લેવામાં આવે છે. જેમાં આજ સુધી એટલેકે 21-04 -2020 સુધી શહેરમાંથી કુલ 1218 સેમ્પલો લેવામાં આવ્યા છે, તેમાંથી 487 સેમ્પલ જંગલેશ્વર વિસ્તારમાંથી અને 731 સેમ્પલ શહેરના અન્ય વિસ્તારોમાંથી લેવાયા હતા.

આ સેમ્પલોમાંથી કુલ 40 સેમ્પલ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 30 કોરોના પોઝિટિવ સેમ્પલ જંગલેશ્વર વિસ્તારના છે અને 10 કોરોના પોઝિટિવ સેમ્પલ શહેરના અન્ય વિસ્તારના નોંધાયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા સમગ્ર ફોકસ અત્યારે જંગલેશ્વર વિસ્તાર છે. જંગલેશ્વરની અમુક શેરીઓમાં કોરોના પોઝિટિવ કેસ વધુ નોંધાયા છે.આ પણ વાંચો : અમદાવાદ : વી.એસ. હૉસ્પિટલ નજીક અજાણ્યો વ્યક્તિ રોડ પર ચલણી નોટો ફેંકતો CCTVમાં કેદ થયો

રાજકોટ શહેરમાં આજની તારીખ સુધી કુલ 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી કુલ 12 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા છે અને 28 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આ લોકોની હાલત સ્થિર છે. શહેરમાં કુલ 03 એક્ટિવ હોટસ્પોટ ક્લસ્ટર છે. જંગલેશ્વર સિવાય રાજલક્ષ્મી સોસાયટી અને સહકાર સોસાયટીને એક્ટિવ હોટસ્પોટ ક્લસ્ટર વિસ્તારમાં રાખવામાં આવી છે.

શહેરમાં જંગલેશ્વર સિવાય આરોગ્યની 120 ટીમો કાર્યરત છે, આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે, જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રિફર કરવામાં આવે છે. જરૂરી જણાય તો તેનો રિપોર્ટ કરવામાં પણ આવે છે. ઉપરાંત આ ટીમો દ્વારા જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા છે કે નહીં તેની પણ ચકાસણી કરે છે.
First published: April 21, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading