રાજકોટઃ કરિયાણાનો ધંધો ન ચાલતા શરુ કર્યો દેહવ્યાપારનો ધંધો, રૂ.10,000 લઈને સ્વરૂપવાન સ્ત્રી સાથે 'મજા' કરાવતો

રાજકોટઃ કરિયાણાનો ધંધો ન ચાલતા શરુ કર્યો દેહવ્યાપારનો ધંધો, રૂ.10,000 લઈને સ્વરૂપવાન સ્ત્રી સાથે 'મજા' કરાવતો
આરોપીની તસવીર

હોટલમાં છુપાવેશમાં હાજર રહેલ પોલીસે પરેશ શાહને રંગે હાથે ઝડપી પાડયો હતો. તો સાથે જ સ્વરૂપવાન સ્ત્રી વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે તેની સ્ત્રી મિત્ર છે.

  • Share this:
રાજકોટઃ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા માત્ર ત્રણ દિવસના સમયગાળામાં દેહ વ્યાપારને લગતા બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. તો સાથેજ બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. કોરોના (coronavirus) કાળ શરૂ થયા બાદ અનેક લોકોના વેપાર-ધંધા (Trade-business) પર અસર પડી છે. કેટલાક લોકોએ વેપાર-ધંધા નબળા પડતા ધંધો રોજગાર બંધ કરવાનો વારો આવ્યો છે. તો કેટલાક લોકોને નોકરી પણ છીનવાઈ ચૂકી છે. ત્યારે રાજકોટ પોલીસે (Rajkot police) ઝડપી પાડેલ પરેશ શાહે પોતાનો કરિયાણાનો ધંધો lockdown બાદ નબળો પડતાં વ્યાપારનો ધંધો શરૂ કર્યું હોવાનું જણાવ્યું છે.

સમગ્ર મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. જે. જોશીએ જણાવ્યું હતું કે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ.નિમાવતને બાતમી મળી હતી કે, પરેશ શાહ નામનો વ્યક્તિ દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલો છે. જે ગ્રાહકો પાસેથી 10 હજાર રૂપિયા લઈ સ્વરૂપવાન સ્ત્રીઓ પૂરી પાડે છે.ત્યારે એ ડિવિઝન પોલીસ માં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ડમી ગ્રાહક ઊભો કરી પરેશ શાહનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારે પરેશ શાહે સ્વરૂપવાન લલના સાથે મોજમજા કરવાના રૂપિયા 10 હજાર થશે તેમજ હોટલ ખર્ચ પણ ગ્રાહકે ભોગવવાનો રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારે પોલીસે જે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો.

આ પણ વાંચોઃ-

તેણે પરેશ ને માલવિયા ચોક ખાતે આવેલ હોટલ તિલકમાં લલના ને લઇ આવવાનું જણાવ્યું હતી. ત્યારે ડમી ગ્રાહક સાથે વાત થયા મુજબ પરેશા પોતાની સાથે સ્વરૂપવાન લલના ને લઈને હોટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં સૌપ્રથમ તેને ડમી ગ્રાહક પાસેથી 10000 રૂ લીધા હતા. જે પૈકી 5000 રૂપિયા તેને પોતાની પાસે રાખ્યા હતા. જ્યારે કે 5000 રૂપિયા સ્વરૂપવાન સ્ત્રીને આપીને તેને રૂમમાં મોકલી આપી હતી.

આ પણ વાંચોઃ-

ડમી ગ્રાહકે જ્યારે પોલીસને સંકેત આપ્યો ત્યારે હોટલમાં છુપાવેશમાં હાજર રહેલ પોલીસે પરેશ શાહને રંગે હાથે ઝડપી પાડયો હતો. તો સાથે જ સ્વરૂપવાન સ્ત્રી વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે તેની સ્ત્રી મિત્ર છે.ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પરેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. તો સાથેજ જણાવ્યું હતું કે, શાપર ખાતે તેની કરિયાણાની દુકાન પણ આવેલી છે. જો કે lockdown બાદ કરિયાણાની દુકાનમાં ધંધો નબળો પડતાં તેણે દેહ વ્યાપારના ધંધામાં ઝંપલાવ્યું છે.
Published by:ankit patel
First published:January 09, 2021, 18:25 pm

ટૉપ ન્યૂઝ