અંકિત પોપટ, રાજકોટઃ ગોંડલમાં ઘરમાં બીજી પુત્રીનો જન્મ થતાં દાદીએ પૌત્રીની ઝેરી આપીને હત્યા કર્યાની ઘટના બની હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર ઓગણીસ દિવસની માસૂમ બાળા કજીયા કરતી હોવાથી સારવાર માટો ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળાના મોત અંગે તેના પિતાએ શંકા ગઇ હતી. જેના પગલે ફરિયાદ કરવામાં આવી હતી. બીજી પુત્રી જન્મી હોવાના કારણે દાદીએ માસુમને ઝેર પીવડાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગોંડલના મોવિયા રોડ ઉપર રહેતા કેતનભાઇ રણછોડભાઇ રૈયાણીનાં ત્યાં 19 દિવસ પહેલા પુત્રીનો જન્મ થયો હતો. અને તેનો હરખભેર કિંજલ નામ રખાયું હતું. કિંજલ કજીયા કરતી હોવાથી તેની માતાએ ટીપા પીવડાવ્યા બાદ પણ શાંત ન થતાં પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જોકે કેતનભાઇને માસુમ બાળાના મોત અંગે શકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ પ્રાથમિક તપાસ હાથ ધરતા કિંજલ રડતી હોવાથી પત્ની સંગીતા અથવા તેની માતા દ્વારા ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં પણ કિંજલ રડવાનું બંધ કર્યું ન હતું. ટીપામાં કોઇ ઝેરી પદાર્થ ભેળવવાનો આવ્યો હોવાની આશંકા સેવાઇ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બીજી પુત્ર જન્મી હોવાના કારણે દાદીએ માસુમની હત્યા કરી હતી.