રાજકોટમાં કચરો ઉપાડતી મીની ટીપર વાનોમાં GPS ટ્રેકિંગ લગાવાશે

News18 Gujarati
Updated: July 3, 2018, 4:29 PM IST
રાજકોટમાં કચરો ઉપાડતી મીની ટીપર વાનોમાં GPS ટ્રેકિંગ લગાવાશે

  • Share this:
રાજકોટ શહેરના તમામ વોર્ડમાં મીની ટીપર વાહન મારફત ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે. મીની ટીપરની કામગીરી વધુ સધન અને સારી રીતે થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ ૫ જુલાઈથી અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. રાજકોટ શહેર સ્માર્ટ સિટી મિશન હેઠળ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી પોતાની વિવિધ કામગીરી વધુ ચોકસાઈભરી બની રહે તે માટે મહાનગરપાલિકાએ પહેલ કરી છે.

બંછાનિધિ પાનીએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરભરમાં મિનિ ટીપર વાહનની મદદથી થતી ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં નિયમિતતા અને પારદર્શિતા લાવવામાં જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ અત્યંત આશીર્વાદરૂપ પૂરવાર થશે. શહેરમાં ત્રણેય ઝોનના તમામ મીની ટીપર રૂટમાં જી.પી.એસ ટ્રેકિંગ માટે કુલ ૫૩૫૫ POI (પોઇન્ટ ઓફ ઇન્ટરેસ્ટ) લેવામાં આવ્યા છે. એટલે કે, દરેક રૂટમાં આશરે ૨૦ થી ૨૫ જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે. સમગ્ર રાજકોટ શહેરની વાત કરીએ તો, શહેરના તમામ ૨૮૭ રૂટ પર આવા કુલ કુલ ૫૩૫૫ સ્થળો નક્કી કરવામાં આવેલા છે, જેને POI તરીકે ઓળખવામાં આવે છે. મિનિ ટીપર વાહને આ POIને આવરી લેવાના રહે છે.

જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ સોફ્ટવેર મારફત તમામ POI ને વાહન સાથે સાંકળી લેવામાં આવેલ છે. મીની ટીપર વાહન ગાર્બેજ કલેક્શન માટે જી.પી.એસ ટ્રેકિંગ ચાલુ થવાથી આ વાહન તેના રૂટ પર ક્યારે ક્યાં હતું ? રૂટ અને પી.ઓ.આઈ. બરોબર આવરી લીધેલ છે કે કેમ ? વાહનની સ્પીડ કેટલી હતી, રૂટમાં કરવાની થતી કામગીરી અધુરી મુકાઈ છે કે કેમ ? વાહન રૂટ સિવાયના બીજા કોઈ રસ્તે ડ્રાઈવ થયું છે કે કેમ ?વગેરે જેવી માહિતી હવે સોફ્ટવેરની મદદથી આસાનીથી મોનીટર થઇ શકશે. આ સોફ્ટવેર રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેક્ટના "કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર" ખાતે પણ મોનીટર કરી શકાય છે."

તેમણે વધુમાં જણાવ્યુ કે, હવેથી જે રૂટમાં નક્કી કરાયેલા નિશ્ચિત સ્થળોએ જો મિનિ ટીપર વાહન ઉભું નહી રહે તો જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઈન જ પેનલ્ટી જનરેટ કરશે અને કોન્ટ્રાક્ટરના બીલની કુલ રકમમાંથી પેનલ્ટીની રકમ કપાત કરવામાં આવશે. મીની ટીપર વાહનોને જે રૂટ સોંપવામાં આવેલા હોય તેમાં જો કોઈ ફેરફાર થાય ( રૂટ ડેવિયેશન ) તો તુર્ત જ જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમમાં તેની જાણકારી મળી જશે. માત્ર એટલું જ નહી, કોઈ રૂટમાં કામગીરી બાકી રહે તો પણ તુર્ત જ રૂટ પ્લેબેકમાંથી બાકી કામગીરીની વિગતો પણ જાણી શકાશે અને તેના પરથી કામગીરીમાં બેદરકારી સબબ ઓનલાઈન પેનલ્ટી જનરેટ થશે અને કોન્ટ્રાક્ટરે એ રકમ ભોગવવી પડશે.
First published: July 3, 2018, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading