રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, આ માપદંડો ધ્યાને લેવાશે

News18 Gujarati
Updated: November 18, 2019, 12:26 PM IST

તમામ ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામ મગફળીનું એક સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, જે સેમ્પલ કુલ સાત જેટલા માપદંડોમાંથી ખરું ઉતરશે તો જ મગફળીની ખરીદી કરવામાં આવશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : સોમવારે તા. 18-11-2019થી રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે ફરી એક વખત ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. મગફળીની ખરીદી માટે તાલુકા દીઠ 20 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. આજે રાજકોટ જિલ્લાના 260 જેટલા ખેડૂતોને અલગ અલગ સેન્ટર પર બોલાવવામાં આવ્યા છે.

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ તાલુકા, પડધરી તાલુકા અને લોધિકા તાલુકાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. આ તમામ ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામ મગફળીનું એક સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, જે સેમ્પલ કુલ સાત જેટલા માપદંડોમાંથી ખરું ઉતરશે તો જ મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારના નિયમોની આધિન જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.મગફળીની ખરીદીમાં આ સાત માપદંડો ધ્યાન લેવાશે :

1) સેમ્પલમાંથી લેવામાં આવેલી મોટી મગફળીના દાણાનું વજન 65% હોવું જોઈએ.

2) સેમ્પલમાંથી લેવામાં આવેલી નાની મગફળીમાં દાણાનું વજન 70% હોવું જોઈએ.3) સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં કચરાનું પ્રમાણ માત્ર 2% જ હોવું જોઈએ.

4) સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ભેજનું પ્રમાણ 8%થી ઓછું હોવું જોઈએ.

5) સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ડેમેજ થયેલ મગફળીનું પ્રમાણ 2%થી ઓછું હોવું જોઈએ.

6) સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં અલગ અલગ જાતની મગફળી એટલે કે નાની-મોટી મગફળીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ. (આ નિયમ બનાવવા પાછળનું કારણ કોઇપણ ખેડૂત ભેળસેળવાળી મગફળી ન વેચે તેવું છે.)

7) સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ગોગડીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ.
First published: November 18, 2019, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading