રાજકોટમાં સરકારે 2176 સ્માર્ટ આવાસો તૈયાર કર્યા, 560 લાભાર્થીઓના ડ્રોમાં નામ આવ્યા

News18 Gujarati
Updated: November 18, 2019, 3:14 PM IST
રાજકોટમાં સરકારે 2176 સ્માર્ટ આવાસો તૈયાર કર્યા, 560 લાભાર્થીઓના ડ્રોમાં નામ આવ્યા
સ્માર્ટ ઘરની ફાઇલ તસવીર

2020 સુધીમાં સૌને ઘરનું ઘર મળે તેવા હેતુથી રાજકોટ પાલિકાએ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત 2176 ઘર બનાવ્યા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સરકારની (Government of india) 2022 સુધીમાં તમામ પરિવારને ઘર મળે તે યોજના માટે રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા (Municiple corporation) દ્વારા પ્રધાન મંત્રી (prime minister aawas Yojana) આવાસ યોજના અંતર્ગત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલ સ્માર્ટ ઘર – 1-3 અન્વયે કુલ 2176 આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસ ફાળવણીનો જાહેર કોમ્પ્યુટરાઈઝડ ડ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ડ્રો માં પાત્રતા થયેલ લાભાર્થીઓને તારીખ: 16-11-2019 ને શનિવાર થી મોબાઈલમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવેલ છે, તેઓને પ્રથમ હપ્તો ભરવા જણાવી આવાસ ફાળવવાનું શરુ કરવામાં આવેલ છે.

અત્યાર સુધી કુલ 560 લાભાર્થીઓને મેજેસ કરવવામાં આવેલ છે, અને ક્રમશઃ આવાસ ફાળવણી પત્ર સુપરત કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ ઘર-૧ અને સ્માર્ટ ઘર-૩ ની ફાળવણી બાદ સ્માર્ટ ઘર-૨ ના આવાસની ફાળવણી માટે લાભાર્થીઓને મેસેજ કરવામાં આવશે. આવાસ યોજનાના શાખામાં વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રમાણેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  ઘર છોડીને સાધિકા બનેલી નિત્યાનંદિતાને સ્વામી નિત્યાનંદ સાથે આવો સંબંધ છે

મેસેજ પ્રાપ્ત થાય તેમણે રૂબરૂ આવવું

લાભાર્થીઓને આવાસ ફાળવણીમાં સરળતા રહે તે માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મોબાઈલ ફોનમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવે છે. જે લાભાર્થીઓને આ મેસેજ પ્રાપ્ત થાય તેઓએ કચેરીના કામકાજના સમય દરમ્યાન આવાસ યોજના વિભાગ, બીજો માળ, રૂમ નં.૨, સેન્ટ્રલ ઝોન કચરી, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ ખાતે સંપર્ક કરવા નમ્ર વિનંતી કરાઈ છે.

 
First published: November 18, 2019, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading