અંકિત પોપટ, રાજકોટ : ગરીબી અને રાશનકાર્ડ શબ્દ મજાક બનીને રહી ગયો હોય તેવી હરકત રાજકોટ શહેરમાંથી ઝડપાઈ છે. સરકાર ગરીબોને રાશન આપે છે કારણ કે તે બે ટંકનો રોટોલો ભેગો નથી કરી શકતા પરંતુ જાડી ચામડી વાળા 'રાશન માફિયા' ગરીબોના હક્કનું અનાજ પચાવી પાડી અને તેનું કાળા બજાર કરી નાંખે છે. રાજકોટમાંથી આવો જ એક જઘન્ય કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક રાશન દુકાનદારે છેલ્લા 2 મહિનાની અંદર 1002 ખોટા બિલ બનાવીને અનાજ સગેવગે કરી લેતા ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગત એવી છે કે શહેરના બીડી જોશી સસ્તા અનાજની દુકાનમાંથી છેલ્લા 2 મહિનામાં 1002 રેશનકાર્ડ ધરકો ને આનજ દીધા વગર બિલ બનાવ્યા હોવાની વિગતો સામે આવી હતી.આ જાડી ચામડીના અનાજ વિતરકે અનાજ જથ્થો વિતરણ ન કર્યો હોવા. છતાં ઓન લાઈન એન્ટ્રી કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે કૌભાંડ ખૂલ્લુ પડતા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો હતો અને કુંભકરણની નિંદ્રામાંથી સફાળો જાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો : અમદાવાદ : Lockdownમાં અધીરા સંચાલકોએ સ્પા સેન્ટરો ખોલી દીધા, પોલીસને જાણ થતા દરોડા
આ મામલે તંત્રને જાણ થતા રાશનવિતરનું લાયયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. દરમિયાન જિલ્લાના માલિયાસન ગામનો પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જિલ્લાના માલિયાસન ગામે સસ્તા અનાજની દુકાનંમાંથી ઓછુવં અનાજ અપાતા હોવાની વિગતો બહાર આવી છે. રાજોકટમાં લૉકડાઉન દરમિયાન પુરવઠા વિભાગના નાક નીચે કૌભાંડ કરતા આ સસ્તા અનાજની દુકાનના વિતરકોએ ગરીબોના હક્કનું અનાજ સગેવગે કરી લેતા હાહાકાર મચી ગયો છે.
Published by:News18 Gujarati
First published:May 30, 2020, 11:44 am