સરકારી જમીન માપણીદાર 5 હજારની લાંચ માંગતા ACBના છટકામાં ઝડપાયો

News18 Gujarati
Updated: August 28, 2019, 10:19 PM IST
સરકારી જમીન માપણીદાર 5 હજારની લાંચ માંગતા ACBના છટકામાં ઝડપાયો
સરકારી જમીન માપણીદાર 5 હજારની લાંચ માંગતા એસીબીના છટકામાં ઝડપાયો (પ્રતિકાત્મક ચિત્ર)

એસીબીએ લાંચની રકમ અને માપણી સીટ તેની પાસેથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

  • Share this:
રાજકોટમાં સરકારી જમીન માપણીદાર 5 હજારની લાંચ માંગતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. એસીબીએ છટકુ ગોઠવી શારદાબાગ પાસેથી માપણીદાર અનિલ ચૌહાણને 5 હજારની લાંચ લેતા અને માપણી સીટ સાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચની રકમ અને માપણી સીટ તેની પાસેથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે જમીન લે વેચનો ધંધો કરતા ફરિયાદીએ તેમના સાળાની જમીનની માપણી કરાવવાની હતી. જેથી તેમણે DILR ઓફીસ, સર્વે ભુવન, રાજકોટનો સંપર્ક કરી માપણી કરાવી હતી. જોકે આ પછી આરોપી લાયસન્સી સર્વેયર અનિલ ચૌહાણે માપણી શીટ મેળવવા માટે પાંચ હજાર રુપિયાની લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો - રાજકોટવાસીઓને સાઇકલ ખરીદી પર કુટુંબ દીઠ 1000 રૂપિયાનું વળતર મળશે

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને આરોપીને પાંચ હજાર રુપિયાની લાંચની રકમ સ્વિકારતા અને માપણી સીટ સાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચની રકમ અને માપણી સીટ તેની પાસેથી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading