રાજકોટમાં તબીબોએ માનવતા નેવે મૂકી! એક ડોક્ટરની બદલીના કારણે 11 તબીબોએ દર્દીઓની સારવાર છોડી

રાજકોટમાં તબીબોએ માનવતા નેવે મૂકી! એક ડોક્ટરની બદલીના કારણે 11 તબીબોએ દર્દીઓની સારવાર છોડી
ફાઈલ તસવીર

સૌ પ્રથમ તમામ 11 તબીબોએ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ધ્રુવીને આ મામલે રજૂઆત કરી હતી. મેડિકલ કોલેજના ડીનને આ તમામ 11 તબીબોએ પોતાના રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજરોજ બદલી મામલે બબાલ થતી જોવા મળી. રાજકોટના સિવિલ હોસ્પિટલની (Rajkot civil hospital) અંદર ફરજ બજાવતા ડોક્ટર એસ. કે. ગઢવીની રાજકોટથી ભાવનગર (bhavnagar) બદલી થતા સિવિલ હોસ્પિટલમાં આ મુદ્દે વિરોધના સૂર ઉઠ્યા હતા. ડોક્ટર એસ કે ગઢવીના સમર્થનમાં દસ જેટલા રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ તમામ 11 તબીબોએ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ધ્રુવીને આ મામલે રજૂઆત કરી હતી. મેડિકલ કોલેજના ડીનને આ તમામ 11 તબીબોએ પોતાના રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે મેડિકલ કોલેજના ડીન દ્વારા તેમને કોઈ મચક ન આપવામાં આવતા તમામ તબીબો એ કોરોના વાયરસના દર્દીઓની સેવા કરવાને બદલે રજૂઆત કરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કલેકટર રેમ્યા મોહન (Collector Remya Mohan) સાથે બેઠક પણ કરી હતી.આ પણ વાંચોઃ-સુરતમાં આવતા લોકો સાવધાન! હાથ પર મારેલા ક્વૉરન્ટીનના સિક્કાથી ચામડી બળી ગઈ

આ બેઠકમાં કલેકટર રેમ્યા મોહન દ્વારા તેમણે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કટોકટીના સમયે આ પ્રકારની ચીમકી અયોગ્ય છે. જો કોરોના વોરિયર જ આ કપરા કાળમાં વિરોધ પ્રદર્શિત કરશે રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારશે તે કદાપી ચલાવી નહી લેવાય.

આ પણ વાંચોઃ-કોરોનાની દહેશત વચ્ચે આ જગ્યાએ ટપોટપ મરી રહ્યા છે ચામાચીડિયાં, લોકોમાં ભયનો માહોલ

તો બીજી તરફ જ્યારે તમામ તબીબો કલેકટર સાથે મિટિંગ કર્યા બાદ બહાર નીકળ્યા ત્યારે આ તમામ તબીબો મીડિયાને જોતા ભાગતા નજરે પડ્યા હતા. ત્યારે મીડિયાએ તેમના આ બેજવાબદાર વર્તન વિશે સવાલો કર્યા ત્યારે હજાર રૂપિયામાં પગાર લેતા આ સરકારી બાબુઓ એ ચાલતી પકડી હતી.

રાજકોટમાં આજરોજ કોરોનાવાયરસ ના વધુ ત્રણ કેસ નોંધાતા કોરોનાવાયરસ એ રાજકોટમાં સદી ફટકારી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાની જગ્યાએ ૧૧ જેટલા રેસિડેન્ટ ડોક્ટરો રાજીનામાની ચીમકી આપવા પોતાની ફરજ છોડી એક કચેરીથી બીજી કચેરીએ પોતાની રજૂઆત કરતા ફરી રહ્યા હતા.
First published:May 28, 2020, 18:03 pm