Home /News /kutchh-saurastra /

સરકારી જમીન પર મફતિયાપરા નહીં રહે, પણ મોડર્ન ઘરો બનશે:રૂપાણી 

સરકારી જમીન પર મફતિયાપરા નહીં રહે, પણ મોડર્ન ઘરો બનશે:રૂપાણી 

વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

"સરકારી જામીન પરના મફતિયાપરા દુર કરી તેના સ્થાને રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી સારી સુવિધાવાળા આવાસો બનાવીને લાભાર્થીને આપવામાં આવી રહ્યા છે."

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીપાવલીનાં કાર્યક્રમ અંતર્ગત કિટ વિતરણ, રૈયાધાર આવાસ યોજનાના રહેવાસીઓને નળ કનેક્શન ફોર્મ વિતરણ કેમ્પ, સફાઈ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ તથા હેલ્થ ચેક કાર્ડનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિડિયોનું લોન્ચિંગ તેમજ ૩૨૪ ટીપર વાનમાં પી. એ. સિસ્ટમ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્ હસ્તે યોજાઈ ગયો.  આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરજનોને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

    તેમણે  જણાવ્યું હતું કે, "રાજ્યભરમાંથી મફતિયાપરા દુર કરવાની સરકારની નેમ છે. સરકારી જામીન પરના મફતિયાપરા દુર કરી તેના સ્થાને રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી સારી સુવિધાવાળા આવાસો બનાવીને લાભાર્થીને આપવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ અગાઉ ૧૧ જેટલી આવાસ યોજના બનાવી ૩૦૦૦ જેટલા કુટુંબોને આવાસો ફાળવ્યા છે. શહેરનો વિકાસ કુદકે અને ભૂસકે થઇ રહ્યો છે ત્યારે શહેરને જુદા જુદા પ્રોજેક્ટ ભેટ આપ્યા છે. રૈયાધાર વિસ્તારમાં રૂ.૧૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આ વિસ્તારનો રોગચાળો અને ગંદકીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે."

    વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે,  ટેન્કર દ્વારા પાણી વિતરણના કારણે ઉભી થતી જુદી જુદી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ધેર ધેર નળ કનેક્શન દ્વારા પાણી વિતરણ કરવામાં આવનાર છે. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના આવાસની યોગ્ય રીતે સાચવણી અને જાળવણી કરવા અપીલ કરૂ છું.”

    રાજકોટ શહેરમાં ટીપરવાન દ્વારા કચરો એકત્ર થાય છે તે વાહન પોતાના વિસ્તાર કે ઘર નજીક આવે ત્યારે લોકોને તેની જાણ થાય તે માટે દરેક ટીપરવાનમાં સ્વચ્છતા ગીત વગાડવાનું ફરજીયાત કરવામાં આવેલું છે. આ સ્વચ્છતા ગીતનું મુખ્યમંત્રી દ્વારા આજરોજ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું અને સંવેદના કાર્યક્રમ હેઠળ રૈયાધાર આવાસ યોજના તથા આસપાસના જરૂરિયાતમંદોને મુખ્યમંત્રીના વરદ હસ્તે મીઠાઈ, ફટાકડા તથા વસ્ત્રોની કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને હેલ્થ ચેકઅપ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: CM Vijay Rupani, Diwali celebration, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन