Home /News /kutchh-saurastra /

રાજકોટ યાર્ડમાં હડતાલ : ખેડૂતોનો કરોડોનો માલ રામભરોસે, રોજનું 8 કરોડનું ટર્નઓવર ઠપ

રાજકોટ યાર્ડમાં હડતાલ : ખેડૂતોનો કરોડોનો માલ રામભરોસે, રોજનું 8 કરોડનું ટર્નઓવર ઠપ

યાર્ડમાં શ્વાન અને પક્ષીઓના કારણે પણ માલ અસુરક્ષિત, નુકસાનીની ભીતિ

સતત પાંચ દિવસ થી બેડી યાર્ડમાં હડતાલ, મગફળી, લસણ, ધાણા સહિત 15 કરોડનો માલ રામભરોસે

રાજકોટ : રાજકોટ બેડી યાર્ડમાં છેલ્લા પાંચ દિવસથી હડતાલ ચાલી રહી છે જેમા સૌથી વધુ ખેડૂતને નુકશાન થઈ રહ્યું છે. યાર્ડમાં પડેલો ખેડૂતનો માલ બગડી રહ્યો છે તો સાથે જ યાર્ડમાં સ્વાન અને અન્ય પક્ષીઓ પણ માલને બગાડી રહ્યા છે. બેડી યાર્ડમાં દરરોજ આઠ કરોડનું ટર્નઓવર છે જે છેલ્લા પાંચ દિવસથી ઠપ છે જેથી કરોડોની નુકશાન પણ થઈ રહ્યું છે.યાર્ડમાં હડતાલ ને કારણે 15 કરોડનો ખેડૂતોનો માલ યાર્ડમાં ખુલ્લા માં રામભરોસે પડ્યો છે.

યાર્ડમાં છ કરોડની 40 થી 45 હજાર મગફળીની ગુણી ખુલ્લામાં પડી છે ઉપરાંત કપાસ, ઘઉં, ડુંગળી, લસણ, ધાણા સહિત 15 કરોડ નો ખેડૂતો નો માલ રામભરોસે પડ્યો છે.ઉલ્લેખનીય છેકે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છર ના ત્રાસ ને કારણે વેપારીઓ, મજૂરો અને બેડી ગામના લોકો સહિત યાર્ડના આગેવાનીએ રસ્તારોકો સહિતનો વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ સરકાર ની આંખ ઉઘડી હતી અને  સુરત થી ગાંડીવેલ દૂર કરવા મશીન રાજકોટ મોકલાવ્યા હતા.

આ પણ વાંચો :  ડોનાલ્‍ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ટ્રમ્પ-મોદીનો રોડ શો 22 કિ.મી. સુધીનો જ હશે

જોકે આંદોલન અને વિરોધ ને કારણે વિરોધ કરનારા લોકો અને પોલીસ વચ્ચે પથરમારો થયો હતો અને પોલીસે યાર્ડના આગેવાનો સહિત વેપારીઓ પર ગુનો નોંધ્યો હતો. વેપારીઓ પર કેસ થવાને કારણે હવે યાર્ડ માં અચોક્કસ મુદત ની હડતાલ છે. યાર્ડના સત્તાધીશો અને દલાલ તેમજ વેપારીઓ વચ્ચે સમાધાન માટે બેઠક થઈ હતી જે નિષફળ ગઈ હતી. વેપારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ પર વેપારીઓ અને દલાલો અડગ છે.
Published by:Jay Mishra
First published:

Tags: Protest, એપીએમસી, રાજકોટ, હડતાલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन