Good News : રાજકોટમાં કોરોનાને હરાવી માતા-પુત્ર સહીત 3 દી'માં 3 દર્દી સાજા થયા


Updated: April 5, 2020, 1:35 PM IST
Good News : રાજકોટમાં કોરોનાને હરાવી માતા-પુત્ર સહીત 3 દી'માં 3 દર્દી સાજા થયા
ઓફિસમાં દરેક કર્મચારી પર નજર રાખવી જરૂરી બનશે. જો કોઇ પણ દર્દીમાં શરદી જેવા સામાન્ય લક્ષણ પણ દેખાય. તો તેને તરત ઘરે મોકલી દેવો જોઇએ. અને તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ઘરે મોકલી દેવા જોઇએ. આ વ્યક્તિ વર્કપ્લેસમાં જ્યાં બેસે છે તે જગ્યાને પણ સારી રીતે સેનિટાઇઝ કરવું જોઇએ.

ડૉક્ટરોએ થાળીઓ વગાડીને દર્દીઓને રજા આપી, રંગીલા રાજકોટવાસીઓના મોઢે એક જ વાત 'રાજકોટ જીતશે, કોરોના હારશે'

  • Share this:
રાજકોટ સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસ ના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટમાંથી બીજા સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં જે માતા પુત્રનો પોઝિટિવ કોરોના વાયરસ ના જે કેસ નોંધાય હતા. તે બને માતા પુત્ર સાજા થતા તેમને ઘરે મોકલવામાં આવ્યો છે. ત્યારે રજા આપતા સમયે  માતા અને પુત્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આમ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ દર્દીઓ નેગેટિવ થતા તેમને રજા આપવામાં આવી છે.

શહેરના પોશ એરિયા ગણાતા સમાન એવા જાગનાથ પ્લોટમાં કોરોના વાયરસ ના પોઝિટિવ બે કેસ સામે આવ્યા હતા. એક જ ઘરમાં રહેતા માતા અને પુત્ર ના પોઝિટિવ કેસ માર્ચ મહિનામાં સામે આવ્યા હતા. ત્યારે સતત બે દિવસથી આ માતા-પુત્રના કોરોનાવાયરસ ના ટેસ્ટ કરવામાં આવતા હતા ત્યારે છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ બન્ને ટેસ્ટ ના પરિણામ નેગેટીવ આવતા આજરોજ માતા-પુત્રને રજા આપવામાં આવી છે.

રજા અપાતા ની સાથે જ ડોકટરો દ્વારા બન્ને દર્દીઓ વિમળા બેન કાનાબાર અને કૌશલ કાનાબારને વધવામાં આવ્યા હતા. તાળીઓ વગાળી ડોકટર દ્વારા બન્ને માતા પુત્રને રજા આપવામાં આવી હતી. આ સમયે વૃદ્ધા વિમળા બેન કાનાબાર ભાવવિભોર બન્યા. ડોકટરોની સેવા જોઈ 75 વર્ષીય વિમળા બેન ભાવુક બન્યા હતા.

આ પણ વાંચો : Covid-19 : સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા

તારીખ 18મી માર્ચ 2020 ના રોજ જંગલેશ્વર વિસ્તારના ૧૭ જેટલા લોકોને મહાનગર પાલિકાની ટીમ દ્વારા જંગલેશ્વર વિસ્તાર માંથી ખસેડી ૧૨ જેટલા લોકોને પથિકા શ્રમમાં રાખવામાં આવ્યા હતા જ્યારે કે ચાર જેટલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કે એક વ્યક્તિને કોરોના વાઈરસના દર્દીઓ માટે બનાવવામાં આવેલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.

તારીખ 19 ની માર્ચ 2020 ના રોજ નાદીમ નામના વ્યક્તિ નો કોરોના વાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાદીમ મક્કા મદીના થી પરત ફર્યો હતો. ત્યારે આજ દિવસ સુધી તેની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આજરોજ તે સ્વસ્થ થતા તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આ પણ વાંચો :  Coronavirus : વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, Covid-19ના લક્ષણોની અગાઉથી જ ખબર પડશે!

નાદિમ ની સાથોસાથ તેના પરિવારજનોના પણ કોરોનાવાયરસ અંગેના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જોકે તમામ વ્યક્તિઓની અંદર કોરોનાવાયરસ ના લક્ષણ ન જણાતા અને ટેસ્ટ નેગેટીવ આવતા તમામને પથિક આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાં તંત્ર દ્વારા તેમને તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

હાલ રાજકોટ માં નોંધાયેલ ત્રણ પોઝિટિવ કોરોના વાયરસ ના દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. પરંતુ હજુ પણ રાજકોટમાં ૭ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading