Home /News /kutchh-saurastra /

દાઝ્યા પર ડામ: ગોંડલમાં માતાની કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા

દાઝ્યા પર ડામ: ગોંડલમાં માતાની કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા

પ્રતીકાત્મક તસવીર.

Rajkot coronavirus cases: રૂપિયા લઈને વેપારી જ્યારે હૉસ્પિટલ (Hospital) જઈ રહ્યા હતા ત્યારે આ રકમ એક્ટિવાની ડેકીમાંથી ચોરી થઈ ગયા હતા.

રાજકોટ: એક તરફ વ્યક્તિઓ ગરીબીમાં લાચાર બન્યા છે તો બીજી તરફ કોરોનાની મહામારી (Corona pandemic)એ આવા લોકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ કરી મૂકી છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લા (Rajkot district)ના ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા વેપારીના માતા (Mother) કોરોનામાં સપડાયા હતા. હૉસ્પિટલ સંચાલકો ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાનું જણાવતા સગા-વ્હાલા, સ્નેહી, મિત્રો પાસેથી ત્રણ લાખ જેવી માતબર રકમ ભેગી કરી હૉસ્પિટલમાં ભરવા જઈ રહ્યા હતા. રૂપિયા લઈને વેપારી જ્યારે હૉસ્પિટલ (Hospital) જઈ રહ્યા હતા ત્યારે આ રકમ એક્ટિવાની ડેકીમાંથી ચોરી થઈ જતા બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ગોંડલના ખોડિયારનગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા મનોજભાઈ નાથાભાઈ ઘાડીયાના માતા લાભુબેન કોરોના બીમારીમાં સપડાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ડિપોઝિટ પેટે રૂપિયા ત્રણ લાખ જેવી માતબર રકમ ભરવાની હોવાથી તેઓએ સુરતના સગા-વ્હાલા પાસેથી ઉછીના પૈસા મંગાવ્યા હતા.

આ પણ વાંચો: Coronavirus: ગુજરાત સહિત આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજિયાત

જે બાદમાં તેઓ આ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી હૉસ્પિટલ જવાની તૈયારી કરતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આ રકમની ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીની ફરિયાદ પરથી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: નવસારી: કેરી ચોરવા જેવી સામાન્ય બાબતે જૂથ અથડામણ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર હુમલો

ઘટના અંગે પીએસઆઇ બી.એલ. ઝાલાએ જણાવ્યું હતું કે, તસ્કરો અવારનવાર મનોજભાઇની દુકાને જમવા આવતા હતા. પોલીસના કહેવા પ્રમાણે તસ્કરો હાથવેંતમાં છે, ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ જશે. બાદમાં તમામ રકમ રિકવર કરી લેવામાં આવશે.

આ પણ વાંચો: માસ્કને લઈને મહિલાની પોલીસ સાથે બબાલ, 'હું તો આને કિસ કરીશ, આવી ગયા ભિખારી...'


મહત્ત્વનું છે કે, વેપારી પોતાની માતાની સારવાર માટે ઉછીના પૈસા કરીને હૉસ્પિટલ આપવા જતા હતા ત્યારે ચોરી થઈ જતાં વેપારીની મુશ્કેલી હતી. એક તરફ પૈસા જમા કરાવવાના હતા અને બીજી તરફ ઉછીને લીધેલા પૈસા ચોરી થઈ ગયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Corona Pandemic, Corona vaccine, Coronavirus, COVID-19, ગુનો, ગોંડલ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन