રાજકોટ : વર્ષો પહેલાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી મુક્કદર કા સિકંદર. જે ફિલ્મ નું એક ગીત દાયકાઓ બાદ પણ લોકોના જીવનમાં હવે આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જે ગીતના બોલ છે "ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના". ત્યારે આજ એક ગીતના શબ્દોને ચરિતાર્થ કર્યું છે ગોંડલમાં રહેતા કોરોના સંક્રમિત દંપતીએ.
લગ્ન પ્રસંગની વિધિમાં ફેરા ફરતા સમયે કેટલાક વચન પતિ-પત્નીને આપતો હોય છે તો કેટલાક વચન પત્ની પતિને આવતી હોય છે. સુધી સાથે રહેવાનું વચન આપવામાં આવતું હોય છે. રાજકોટ સહિત ભારતભરમાં માર્ચથી કોરોના વાયરસ નો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે અનેક જીંદગીઓ કોરોના ના કહેરમાં હોમાઈ ચૂકી છે. તેમ છતાં આપણાં સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે કિસ્સાઓમાં ભલે કોરોના સામેનો જંગ લોકો હારી ગયા હોઈ, પરંતુ પોતાના વ્યક્તિગત સંબંધોને અમર કરી ગયા છે.
ત્યારે આજ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ગોંડલ ગામનો. જ્યાં કોરોના સંક્રમિત પતિ પત્નીના મૃત્યુના સમયમાં માત્ર 20 મિનિટનું ફેર રહુ્યું છે. સમગ્ર કિસ્સા અંગે વાત કરવામાં આવે તો ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટમાં રહેતા જ્યોતિષ ભાઈ બૂચ તેમજ દેવયાની બેન બૂચ 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા દંપતીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ માં દંપતીની સારવાર ચાલતી હતી કે સારવાર દરમિયાન સૌપ્રથમ જ્યોતિષ ભાઈએ દમ તોડયો હતો ત્યારે પતિએ અંતિમ શ્વાસ લીધા બાદ ખુદ તેમના પત્ની દિવ્યાની બહેને પણ 20 મિનિટના અંતરે અનંતની વાટ પકડી હતી. આમ જાણે કે સપ્તપદીના સાત વચનો પૈકી અંતિમ શ્વાસ સુધી એકમેકનો સાથ નિભાવવાનું તેમજ એકમેકના સુખે સુખી અને એકમેકના દુઃખે દુઃખી રહેવાનું વચન દેવયાની બહેને પૂર્ણ કર્યું.
ત્યારે પરિવારના બંને વડીલો એકસાથે અણધારી વિદાય લેતા બૂચ પરિવારમા દુઃખની લાગણી વ્યાપી હતી ઘરની અંદર જેમને પાયા અને છત નું સ્થાન આપવામાં આવે છે એવા પરિવારના વડીલો ના મરણ થી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જ્યોતિષ ભાઈ ના પરિચિતો નું કહેવું છે કે થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં જ્યોતિષ ભાઈ અને દેવ્યાની બહેને હાજરી આપી હતી જે બાદ તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર