Rajkot: કપાસ વહેંચવા આવેલું દંપતી ખંડિત, પતિની નજર સામે જ પત્ની ઉપર લોડર ફરી વળ્યું, વિચલિત કરતો video
Rajkot: કપાસ વહેંચવા આવેલું દંપતી ખંડિત, પતિની નજર સામે જ પત્ની ઉપર લોડર ફરી વળ્યું, વિચલિત કરતો video
અકસ્માતના સીસીટીવી ફેટેજ પરથી તસવીર
Rajkot crime news: એક મહિલા નવા માર્કેટ યાર્ડમાં (market yard) આવેલા કપાસ વિભાગ તરફ જઈ રહી છે. આ સમયે કપાસ ભરેલું લોડર મહિલાને ટક્કર મારે છે જે બાદ મહિલા ટક્કર ખાતા (woman accident) જમીન પર પડી જાય છે. ત્યારબાદ મહિલા પર લોડરના ટાયર ફરી વળે છે.
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલના નવા માર્કેટયાર્ડમાં (Gondal new market yard) અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ મહિલાનું મૃત્યુ (woman die in accide) નીપજયું હતું. ત્યારે હવે સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ (accident cctv footage) સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે એક મહિલા નવા માર્કેટ યાર્ડમાં આવેલા કપાસ વિભાગ તરફ જઈ રહી છે. આ સમયે કપાસ ભરેલું લોડર મહિલાને ટક્કર મારે છે જે બાદ મહિલા ટક્કર ખાતા જમીન પર પડી જાય છે. ત્યારબાદ મહિલા પર લોડરના ટાયર ફરી વળે છે અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઈ જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના શ્રીનાથ ગઢના રહેવાસી એવા જયંતીભાઈ બાબરીયા અને તેમની પત્ની કમળા બેન બાબરીયા ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે કપાસ વહેચવા આવ્યા હતા. પતિ-પત્ની સવારે શ્રીનાથ ગઢ ખાતેથી સૌપ્રથમ યાર્ડ માં આવ્યા હતા.
પતિ-પત્નીએ સૌપ્રથમ યાર્ડ માં કપાસ વહેચવા જવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ કપાસ વહેચાઈ ગયા બાદ તબીબી સેવા લેવા માટે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ કહી શકાય કે વિધાતા ને કંઈક ઓર જ મંજૂર હોય તે મુજબ કમળાબેન જયંતીભાઈ બાબરીયા યાર્ડ ખાતે લઘુશંકા અર્થે બાથરૂમમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી કપાસ વિભાગ તરફથી પરત ફરી રહ્યા હતા.
આ સમયે કપાસ ભરેલા લોડર દ્વારા મહિલાને અડફેટે લેવામાં આવતા. મહિલા ભો પર પટકાયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ લોડર ચાલક લોડર થી નીચે ઉતરતા હાજર રહેલા વ્યક્તિઓએ તેને માર પણ માર્યો હતો.
સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચી ગોંડલ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથે જ લોડર ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.