રાજકોટ : ખેડૂતો ધ્યાન આપે, ગોંડલ યાર્ડમાં 02 એપ્રિલ સુધી નવી જણસની આવક બંધ રહેશે


Updated: March 21, 2020, 4:25 PM IST
રાજકોટ : ખેડૂતો ધ્યાન આપે, ગોંડલ યાર્ડમાં 02 એપ્રિલ સુધી નવી જણસની આવક બંધ રહેશે
ફાઇલ તસવીર

22 માર્ચના દિવસે ગોંડલ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રહેશે, વિક્રેતાઓ તેમજ ખેડૂતોને યાર્ડમાં ન આવવા સૂચના.

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ચિંતિત છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના 10થી વધારે કેસ પણ નોંધાઈ ચુક્યા છે. કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. તો બીજી તરફ લોકો પણ સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)ના સત્તાધીશોએ કોરોના વાયરસના કારણે, માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીની આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જણસીની નવી આવક 22મી માર્ચ 2020થી લઈ 02 એપ્રિલ 2020 સુધી બંધ કરવામાં આવી છે. આગામી ૩ એપ્રિલના રોજ યાર્ડમાં નવી જણસીની આવક શરૂ કરવામાં આવશે. હાલ એવી જ જણસીની હરાજી કરવામાં આવશે જે હાલ માર્કેટયાર્ડમાં પડતર છે.

આ પણ વાંચો : CM રૂપાણીની જાહેરાત, રાજયના ચાર મહાનગરોમાં ઇન્ફેક્શન કંટ્રોલ હૉસ્પિટલ ઉભી કરાશે

બીજા બાજું આવતીકાલ (22મી માર્ચ) એક દિવસ માટે ગોંડલ શાકભાજી માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22મી માર્ચના રોજ દેશ વ્યાપી જનતા કર્ફ્યૂની જે વાત કહી હતી તેના સમર્થનમાં ગોંડલ માર્કેટયાર્ડ તેમજ ગોંડલ શાકભાજી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. હરાજી સહિતની તમામ પ્રક્રિયાઓ આ બંને યાર્ડમાં બંધ રહેશે. યાર્ડ તરફથી ખેડૂતો અને લોકોને અપીલ કરી છે કે રવિવારે શાકભાજી યાર્ડ ખાતે આવવું નહીં.

રાજકોટની સોની બજાર સહિતની પૌરાણિક બજારો ત્રણ દિવસ બંધ રહેશે

કોરોના સામે લડત આપવા માટે રાજકોટની મુખ્ય બજારો ત્રણ દિવસ બંધ રહેશે. જેમાં ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા નાકા, જેવી બજારો બંધ રહેશે. રાજકોટની આ મુખ્ય બજારો શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસ સંપૂર્ણ 100 ટકા બંધ રાખવા રાજકોટના મુખ્ય એસોસિએશન મોડી રાત્રે નિર્ણય કર્યો છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading