ગોંડલ : તાલુકાનાં પાંચિયાવદર ગામના 24 જેટલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રૂપિયા 2000નાં ચેક મળ્યા હતાં. હાલ આખા દેશ પર આવી પડેલી આફતને ધ્યાનામાં લઇને પાંચિયાવદરના પાણીદાર ખેડૂતો દ્વારા તેમને મળેલા ચેક પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપી ઉમદા કાર્યની પહેલ કરી છે.
પ્રધાનમંત્રી રાહત ફંડમાં ચેક આપવાના ઉમદા કાર્યમાં કનકસિંહ જાડેજા, વિનુબા જાડેજા, પ્રવીણભાઈ રૈયાણી, મંજુલાબેન રૈયાણી, મહાવીરસિંહ જાડેજા, લાલજીભાઈ તળાવીયા, પરસોત્તમભાઈ તળાવીયા, અજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા, માનસંગભાઈ ચાવડા, વિરજીભાઇ તળાવીયા, ઠાકરશીભાઈ ચાવડા, પરબતભાઈ તળાવીયા, પ્રવિણસિંહ જાડેજા, જીતુભાઈ રૈયાણી, રણજીતભાઈ ચાવડા, સુરેશભાઈ તળાવીયા, વાલજીભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ ડાભી, વાલજીભાઈ માટીયા, ઉપરાંત ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, રમાબેન શિંગાળા તેમજ વિજયભાઈ શિંગાળા દ્વારા પણ ચેક મામલતદાર ચુડાસમા, મામલતદાર જાડેજાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે સાંસદ રમેશભાઈ ધડુક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - coronavirus : સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 26 જિલ્લાની Covid હોસ્પિટલોમાં દર્દીની મફત સારવાર થશે
જે રીતે લોકડાઉન ચાલી રહ્યું છે અને કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. તમામ ધંધા રોજગાર બંધ છે આવા સમયે ખેડૂતોને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો મુશ્કેલીના સમયમાં પણ પોતાની દેશ અને રાજ્ય પ્રત્યેની ફરજ સમજી ફંડ આપ્યું છે. આમ તો અનેક લોકો પોતાના તરફથી ફંડ આપી રહ્યા છે. કલાકાર, નેતા, ક્રિકેટર, અલગ અલગ કંપનીઓ, સહિતના પોતાના આર્થિક ક્ષમતા મુજબ ફંડ આપી રહ્યા છે. ત્યારે ગોંડલ પંથકના ખેડૂતો દ્વારા પણ ફંડ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ જુઓ -